Western Times News

Gujarati News

રેડ્ડીએ રસી ઉત્પાદન ટેક્નોલોજીનનું હસ્તાંતરણ કરવા પીએમને અપીલ કરી

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ કેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને આઇસીએમઆર -એનઆઈવીને કોરોનાની રસી કોવૈક્સીન બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલોજીનનું હસ્તાંતરણ કરવા નિર્દેશ આપવાની અપીલ કરી છે. રેડ્ડીએ કહ્યુ કે રસીના ડોઝના ઉત્પાદન વધારવા માટે તે કંપનીઓની ટેક્નોલોજીનું હસ્તાંતરણ કરવામાં આવે જે રસી બનાવવામાં સક્ષમ છે.
મુખ્યમંત્રીએ આ સંબંધમાં પીએમ મોદીને પત્ર લખી કહ્યુ કે હાલના સમયમાં દેશમાં કોવૈક્સીનની માંગના અનુરુપ રસીનું ઉત્પાદન નથી થઈ રહ્યુ. આ સ્પીડથી લોકોના રસીકરણમાં અનેક મહિનાઓ લાગી જશે. જેથી રસીના ઉત્પાદનની ક્ષમતા વાળી તે કંપનીઓની સાથે પ્રોદ્યોગિકી અને બૌદ્ધિક સંપદ્દા સેર કરવામાં આવે જેથી રસીનું ઉત્પાદન વધારી શકાય અને લોકોને જલ્દીથી જલ્દી વ્યાજબી ભાવે રસી ઉપલબ્ધ કરાવી શકાય.

રેડ્ડીએ પીએમને કહ્યુ કે રસીના ઉત્પાદનને લઈને ઈચ્છુક તમામ કંપનીઓને પ્રોત્સાહિત કરવા જાેઈએ. જે આમાં સક્ષમ છે. સંકટના આ સમયમાં ઉત્પાદન ક્ષમતાનો ભરપુર ઉપયોગ કરવો જાેઈએ. તેમણે કહ્યું કે જાે પીએમ આ સલાહ માને છે તો રસી ઉત્પાદનની ક્ષમતાને વધારી શકાય છે અને આ ડિમાન્ડને સ્વસ્થ કરી શકાય છે.

આ પહેલા સીએમએ કેન્દ્રને આગ્રહ કર્યો કે આંધ્ર પ્રદેશને મળનારી મેડિકલ ઓક્સિજન(એલએમઓ)ના કોટાને વધારીને ૯૧૦ ટન કરી દેવામાં આવે. રેડ્ડીએ મંગળવારે આ સંબંધમાં પીએમને પત્ર લખી કહ્યુ કે આંધ્ર પ્રદેશમાં ૨૪ એપ્રિલ સુધી ૪૮૦ ટન એલએમઓ મળી રહ્યા હતા. જેને ૮ મેથી વધારીને ૫૯૦ ટન કરી દેવામાં આવ્યા. સીએમે પોતાના પત્રમાં લખ્યુ કે રાજ્યોમાં કોરોનાના વધતા મામલાને ધ્યાનમાં રાખીને ઓક્સિજનની માંગમાં વધારો થયો છે.જેથી હાલને એલએમઓ કોટા પુરતો નથી. ૧૦મેના રોજ ચેન્નાઈ અને કર્ણાટકથી ઓક્સિજન આવવામાં મોડુ થયું જેના કારણે તિરુપત્તિમાં ઓક્સિજનની અછતથી કોરોનાથી ૧૧ દર્દીના મોત થયા.

ઉલ્લેખનીય છે કે આંધ્ર સરકારના અધિકારીઓએ કહ્યુ કે રસીકરણને જલ્દી પુરુ કરવા માટે રાજ્ય વિદેશી નિર્માતાઓ પાસેથી રસી ખરીદી માટે એક અથવા ૨ દિવસમાં નિવિદા જારી કરશે. રાજ્યના પ્રધાન સચિવ (સ્વાસ્થ્ય) અનિલ કુમાર સિંઘલે કહ્યું કોવિશીલ્ડ અને કોવેક્સીનની અછતને કારણે અમે કોઈ વિદેશી નિર્માતાથી રસી ખરીદવાની શક્યતાને શોધી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.