બેટરી સ્ટોરેજનું ઉત્પાદન વધારવા પ્રોડક્શન લિંક ઈન્સેન્ટિવની મંજૂરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Prakash-Javadekar.jpg)
નવી દિલ્હી: કેન્દ્રિય કેબિનેટે બુધવારે બેટરી સ્ટોરેજના ઉત્પાદનને વધારવા માટે ૧૮,૧૦૦ કરોડ રુપિયાના પ્રોડક્શન લિંક ઇંસેટિવને આજે મંજૂરી આપી છે. જેનાથી ૫૦,૦૦૦ મેગાવોટનું ઉત્પાદન ભારતમાં વધવાનું અનુમાન છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ ર્નિણયની જાણકારી આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં દેશને આર્ત્મનિભર ભારત બનાવવાની દિશામાં મહત્વનો ર્નિણય લેવાયો છે.
કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે બેટરી સ્ટોરેજ ઘણો મહત્વપૂર્ણ છે. આજે ૨૦ હજાર કરોડના બેટરી સ્ટોરેજ ઇક્વિપમેન્ટ આપણે આયાત કરીએ છીએ. આજે જે નવી પીએલઆઇ ઘઓષિત કરી છે, તેના વડે આ આયાત ઓછી થઇ જશે. સાથે જ ભરતમાં ઉત્પાદન પણ વધી જશે.
જાવડેકરે કહ્યું કે આનાતી ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન વધશે. લાંબા સમય સુધી ચાલવાવાળી અને જલ્દી ચાર્જ થનાર બેટરીની આજના સમયમાં જરુરિયાત છે. આ સિવાય ભારતમાં ઘણા સોલાર પાવર પ્લાન્ટ લાગ્યા છે. જેના વડે લગભગ ૧,૩૬,૦૦૦ ગાવોટ સોલાર વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજળીનો આપણે માત્ર દિવસમાં જ વપરાશ કરી શકીએ છીએ પરંતુ રાતમાં નહીં.
જાે આ ગ્રિડમાં ક્યારેક બેલેન્સિંગનું કામ કરવું હોય ત્યારે જાે બેટરી સ્ટોરેજ હોય તો કામ આવશે. આ સિવાય બેટરી સ્ટોરેજની શિપિંગ અને રેલવેમાં ઘણા ઉપયોગી સાબિત થશે. બેટરી સ્ટોરેજ ડીઝલ જનરેટરનો પણ વિકલ્પ બનશે.