Western Times News

Gujarati News

કુંભમાંથી પરત ફરેલી મહિલાએ ૩૩ને કોરોનાનો ચેપ લગાડ્યો

Rajkot father mother son death Corona

બેંગલુરુ: કુંભમેળામાંથી પરત ફરેલા ૬૭ વર્ષના એક મહિલાએ ૩૩ લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો હોવાનું બહાર આવ્યું છે. બેંગ્લોરના નિવાસી આ મહિલા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કુંભમાંથી પરત ફર્યા હતા. તેમણે જે લોકોને ચેપ લગાડ્યો છે તેમાં વેસ્ટ બેંગ્લોરમાં આવેલી સ્પંદના હેલ્થકેર એન્ડ રિહેબિલીટેશન સેન્ટરના ૧૩ પેશન્ટ્‌સનો પણ સમાવેશ થાય છે.

આ મહિલાની પુત્રવધૂ સ્પંદનામાં સાઈકિયાટ્રિસ્ટ તરીકે સેવા આપે છે. સાસુનો ચેપ વહુને પણ લાગ્યો હતો. જાેકે, વહુમાં કોઈ લક્ષણ નહોતા દેખાયા. બીજી તરફ, વહુ ૧૩ પેશન્ટ્‌સની ટ્રીટમેન્ટ કરી રહી હતી. કુંભમાંથી પરત ફરેલા સાસુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વહુએ પણ પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો, જે પણ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલે તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાંથી ૧૩ પેશન્ટ્‌સ અને બે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા.

સ્પંદનાના હેડ ડૉ. મહેશ ગૌડાના જણાવ્યા અનુસાર, ક્લિનિકમાં કાર્યરત સાઈકિયાટ્રિસ્ટ એસિમ્પ્ટોમેટિક હોવાથી તેમણે અજાણતા જ બીજા લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો હતો. જાેકે, તમામ લોકોને સમયસર આઈસોલેટ કરી લેવામાં આવતા ચેપ વધુ નહોતો વકર્યો.
બેંગલોરના નંદિની લેઆઉટની આ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે અહીંથી જેટલા પણ લોકો કુંભમાં ગયા છે તેમના પરિવારોમાં કુલ ૧૮ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. બીજી તરફ, સુપર સ્પ્રેડર બનેલા ૬૭ વર્ષના મહિલાની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને તેઓ રિકવરી દર્શાવી રહ્યા છે.

આ વિસ્તારમાં કુંભમાંથી પરત આવેલા જેટલા પણ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે તેમાંથી કોઈ ગંભીર હાલતમાં નથી. સ્થાનિક હેલ્થ સેન્ટરના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કેસોનો સોર્સ સાઈકિયાટ્રિસ્ટના પરિવારમાં કુંભમાંથી પરત ફરેલા એક વ્યક્તિ જણાયા હતા.

કર્ણાટકમાંથી કેટલા લોકો કુંભ મેળામાં ગયા હતા તેને લગતો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. હેલ્થ એક્સપર્ટ્‌સે સરકારને આવા લોકોને શોધીને તેઓ કોરોના પોઝિટિવ છે કે કેમ તે તપાસવા અને તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા માટે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બનેલી છે, અને બેંગલોર દેશનું સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતું શહેર બની ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.