ઈટાલીમાં મહિલાને નર્સે વેક્સિનના છ ડોઝ આપ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona4-1-1024x683.jpg)
Files Photo
રોમ: કોરોના સામેના જંગમાં વેક્સીન જ મુખ્ય હથિયાર હોવાનુ જાણકારોનુ માનવુ છે. જેના કારણે ભારતમાં પણ હવે વેક્સીન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે તો બીજી તરફ અન્ય દેશોમાં પણ વેક્સીનેશન ઝડપથી થઈ રહ્યુ છે.
સામાન્ય રીતે વેક્સીનના બે ડોઝ કોરોના સામે લડવા માટે કાફી છે પણ ઈટાલીમાં બનેલા એક અજીબો ગરીબ કિસ્સામાં એક મહિલાને વેક્સીનના બેની જગ્યાએ છ ડોઝ મુકી દેવાયા હતા. ૨૩ વર્ષની મહિલાને ફાઈઝરની વેક્સીનના છ ડોઝ ભુલથી મુકી દેવાયા હોવાનુ બહાર આવ્યા બાદ તેને ડોકટરોના ઓબ્ઝર્વેશન હેઠળ મુકવામાં આવી હતી. જેથી આટલી મોટી માત્રામાં રસી શરીરમાં જવાથી કોઈ સાઈડ
ઈફેકટ થાય તો સારવાર કરી શકાય.
જાેકે ૨૪ કલાક બાદ પણ શરીરમાં કોઈ ખાસ તકલીફ નહીં દેખાતા તેને હાલમાં તો રજા આપી દેવામાં આવી છે. આ ઘટના મધ્ય ઈટાલીના ટસ્કની પ્રાંતમાં બની હતી.સામાન્ય રીતે રસીની એક બોટલમાં છ ડોઝ હોય છે. તેમાંથી દરેક વ્યક્તિને એક ડોઝ અપાય છે. પણ નર્સએ ભૂલથી આ મહિલાને શીશીમાં રહેલા ૬ ડોઝ જેટલી રસી એક જ ઈન્જેક્શનમાં ભરીને આપી દીધી હતી.
વેક્સીન મુકાયા બાદ નર્સને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેણે તરત જ મહિલાને અને હોસ્પિટલને જાણ કરી હતી. એ પછી મહિલાને ડોકટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જાેકે મહિલાની સ્થિતિ સારી છે અને એ પછી તેને રજા અપાઈ છે.
તંત્રનુ કહેવુ છે કે, નર્સે જાણી જાેઈને નહીં પરંતુ ભુલથી આટલી વેક્સીન આપી દીધી હતી.