૧૫૦ બેડના શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટરનું ગુરુદેવ રાકેશજી અને રાજ્યપાલ દ્વારા ઉદ્ઘાટન
માનવસેવાનું હજી એક પગલું ભરતાં આજે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ૧૫૦ બેડના શ્રીમદ્દ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો હતો. દેશમાં જ્યારે કોવિડ-૧૯ ની બીજી લહેર તીવ્રતાથી ફેલાઈ રહી છે ત્યારે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી અને માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આ કોવિડ કેર સુવિધાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ધરમપુરમાં 150 બેડના અદ્યતન સગવડો ધરાવતાં ‘શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ નું શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વર્ચુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે આજે દક્ષિણ ગુજરાતમાં ૧૫૦ બેડના ‘શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ નો પ્રારંભ હતો. દેશમાં જ્યારે કોવિડ-૧૯ ની બીજી લહેર તીવ્રતાથી ફેલાઈ રહી છે ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા આ કોવિડ કેર સુવિધાનું વચ્ર્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં શ્રમિકોના સ્થળાંતરના કારણે શહેરી વિસ્તારોની મંદીની તીવ્ર અસર ગ્રામીણ વિસ્તારોમાં પણ થઈ છે. આજીવિકાની તંગી અને ગામોમાં પણ કોવિડના સંક્રમણમાં થયેલ અતિશય વધારાને કારણે લોકો કોવિડનું પિરક્ષણ કરવાનું જ ટાળવા લાગ્યા, જેથી સારવારનો ખર્ચ બચી જાય.
એમ પણ આ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઆે, માળખાકીય સવલતો અને નિષ્ણાતોની ખૂબ જ તંગી છે. આ પિરસ્થિતિને જોતાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના માર્ગદર્શનથી તાકિદના પગલાં ભર્યાં. શરૂઆતમાં ૨૫મી એપ્રિલ, ૨૦૨૧ના દિવસે અદ્યતન સુવિધાઆે સાથેનું સંપૂર્ણ રીતે કાર્યરત ‘શ્રીમદ્ રાજચંદ્ર ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર’ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
જો કે પ્રથમ દિવસથી જ આ ૫૦ બેડના ‘શ્રીમદ્ રાજચંદ્ર ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર’ ના બેડ અને વેન્ટિલેટર્સ સંપૂર્ણ ક્ષમતાથી ઉપયોગમાં લેવાતાં હોવા છતાં કોવિડ-૧૯ ના હળવા કે મધ્યમ લક્ષણો ધરાવતાં દર્દીઆે માટે અલગ સુવિધા અનિવાર્ય બની હતી. આથી ૧૧મી મે ના દિવસે, આેઝરપાડા ગામમાં અતુલ ઈન્સ્ટિટ્યૂટ આેફ વોકેશનલ એક્સલન્સના સહયોગથી નવા ૧૫૦ બેડના અદ્યતન સુવિધાઆે સાથેના ‘શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ નો પ્રારંભ કરવામાં આવ્યો. આમ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આ વિસ્તાર માટે સંયુક્તપણે ૨૦૦ બેડની કોવિડ સારવારની સુવિધા શરૂ કરવામાં આવી છે.
માનનીય રાજ્યપાલશ્રીએ આ અવસરે પોતાના વ્યક્તવ્યમાં કહ્યું કે “આદરણીય પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી આધ્યાત્મિક પ્રસાદ સાથે જ કર્મયોગનો પણ પાઠ ભણાવી રહ્યા છે. જ્યાં અધ્યાત્મ અને કર્મનું સામંજસ્ય થાય છે ત્યાં પૂર્ણતા આવે છે, ત્યાં લોકોના દુ:ખ દૂર કરવા એ ધર્મનો માર્ગ બની જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું સંપૂર્ણ જીવન જ માનવજાતિના કલ્યાણને સમર્પિત છે, હું તેઆેને નમન કરું છું. આદિવાસી વિસ્તારમાં કરાઈ રહેલ તેમના આ કાય્ર્ાાે નિ:સંદેહ અન્યો માટે પણ પ્રેરણારૂપ બનશે.”
લીલાંછમ ખુશનુમા વાતાવરણમાં સ્થિત આ ૧૫૦ બેડનું ‘શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ માં કોવિડ દર્દીઆે માટે રહેવાનું, ભોજન, દવાઆે અને કન્સલ્ટીંગ સેવાઆે તદ્દન નિ:શુલ્ક છે. અહીં મેડિકલ સ્ટાફ દ્વારા ૨૪ કલાકની દેખરેખ રહેશે. આેક્સિજનની આવશ્યકતાવાળા દર્દીઆે માટે આેક્સિજન કોન્સન્ટ્રેટર્સ તથા સીલીંડરની સગવડ છે, આના કારણે અત્યંત ગંભીર હાલતવાળા દર્દીઆે માટે કોવિડ હૉસ્પિટલોમાં જગ્યા થશે.
આ ઉપરાંત અહીં એક ‘કોવિડ સસ્પેક્ટ વૉર્ડ’ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં કોવિડ જેવા લક્ષણો ધરાવતાં દર્દીઆેના પિરક્ષણો કરવામાં આવશે. સાથે જ અહીં નિયમિતપણે યોગ અને રોગપ્રતિકારક શક્તિ વધારતી શારીિરક કસરતો કરાવવામાં આવશે તથા આહાર નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ આરોગ્યપ્રદ ભોજન આપવામાં આવશે.
અહીં સ્થપાયેલ ડિજિટલ વૉર્ડમાં યુ.એસ.એ., આેસ્ટ્રેલિયા અને યુ,કે.ના નિષ્ણાત ડૉક્ટર્સના વૈશ્વિક નેટવર્ક દ્વારા ટેલિ-તબીબી માર્ગદર્શન આપવામાં આવશે. ડિજિટલ સ્માર્ટ મેસેજીંગ દ્વારા દર્દીઆેની સ્થિતિ વિશે તેમના પિરવારજનોને નિયમિત જાણકારી આપવામાં આવશે. ધરમપુર અને તેની આસપાસના વિસ્તારોમાંથી દર્દીઆેને આ સેન્ટર્સમાં લઈ આવવા નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટની સુવિધા રાખવામાં આવી છે. તે ઉપરાંત આેક્સિજન સુવિધા સાથેની એમ્બ્યુલન્સની સેવા પણ છે, જેથી આંતિરયાળ ગામોમાંથી વધુ ગંભીર હાલતના દર્દીઆે સુરક્ષિતપણે અહીં આવી શકે.
આરોગ્ય સારવાર ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, આસપાસની ૪ લાખ જેટલી આદિવાસી પ્રજામાં કોવિડ અને રસીકરણ સંબંધી ગેરમાન્યતાઆે દૂર કરી શિક્ષિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર રસીકરણ જાગૃતિ ડ્રાઈવ’ દ્વારા સ્વયંસેવકો આ ગ્રામીણ પ્રજાને કોવિડના લક્ષણો, પિરક્ષણો તથા રસીકરણની સમજણ આપશે.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી આત્માર્પિત નેમિજીએ આ પ્રસંગે કહ્યું હતું કે “પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ અમને શિખવ્યું છે કે દરેક જીવન અમૂલ્ય છે. તમે જીવન બચાવવાના જેટલા પણ મહત્તમ પ્રયત્નો કરી શકો તે કરો અને દરેકની પોતાના સ્વજનો જેમ જ સારવાર કરો.
આ જ શીખ અપનાવીને સેવા માટે તત્પર સ્વયંસેવકો કરુણાસભર અભિગમથી ગયા વર્ષથી અમે શરૂ કરેલ અનેક કોવિડ રાહતકાય્ર્ાાે અને હવે આ ૫૦ બેડનું ‘શ્રીમદ્ રાજચંદ્ર ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર’ અને ૧૫૦ બેડનું ‘શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર’ માં ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રજીના આશિષ, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રેમસભર હૃદય અને સ્વયંસેવકોનું સેવા પ્રત્યે સમર્પણ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના કાય્ર્ાાેને ગિરમા તથા સફળતા બક્ષે છે.”
ગત વર્ષે કોવિડની મહામારી ફેલાઈ ત્યારથી જ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે વિશ્વના પાંચ ખંડના ૫૦ શહેરોમાં ૩૬૦ ડીગ્રી રાહતકાય્ર્ાાે શરૂ કરી દીધાં હતાં, જેનાથી ૭૫ લાખ જીવો લાભ પામ્યા છે. આરોગ્ય સારવાર, નિવારણ અને શિક્ષણ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર કોવિડ-૧૯ની બીજી લહેરના દરેક પડકારોનો સામનો કરવા પ્રતિબદ્ધ છે.