Western Times News

Gujarati News

યસ બેંકના ગ્રાહકો ઓક્સિજન સીલિન્ડર રીફિલિંગ રિવોર્ડ પોઇન્ટ્સથી કરી શકશે

બેંગલોર, મુંબઈ અને દિલ્હીમાં ચેરિટેબલ હોસ્પિટલોમાં ઓક્સિજન સીલિન્ડર્સ રીફિલ કરવા ગિવઇન્ડિયા સાથે પાર્ટનરશિપ કરી રિવોર્ડ પોઇન્ટ દ્વારા કે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને થતા તમામ ડોનેશનને કલમ 80જી અંતર્ગત 50 ટકા કરમુક્તિનો લાભ મળે છે

મુંબઈ,  સમુદાયને ટેકો આપવા એની કટિબદ્ધતાને પુનઃવ્યક્ત કરીને યસ બેંકે એના ગ્રાહકોને ગિવઇન્ડિયા સાથે પાર્ટનરશિપમાં કોવિડ-19 દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજનમાં પ્રદાન કરવા તેમના બેંકિંગ અને ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટનો ઉપયોગ કરવા સક્ષમ બનાવ્યાં છે.

હવે ગ્રાહકો https://www.yesrewardz.com/ અને https://credit.yesrewardz.com/ (ક્રેડિટ કાર્ડના ગ્રાહકો માટે) દ્વારા અનુક્રમે 1,500 લિટર અને 6,000 લિટરના ઓક્સિજન સીલિન્ડરને રીફિલ કરવા હાલના રિવોર્ડ પોઇન્ટ રીડીમ કરી શકે છે. ઓક્સિજન રીફિલ કરવા માટે રીડિમ થયેલા રિવોર્ડ પોઇન્ટને ગિવઇન્ડિયા માટે ચેનલ કરવામાં આવશે અને મુંબઈ, બેંગાલુરુ અને દિલ્હીમાં ચેરિટેબલ હોસ્પિટલ્સમાં મેડિકલ ઓક્સિજન ભરાવવા માટે ઉપયોગ થશે.

યસ બેંકના સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ હોલ્ડર્સ માટે સ્ટેપ:

https://www.yesrewardz.com/ની મુલાકાત લો
પ્રોગ્રામ માટે નોંધણી: પેજની ઉપર જમણા ખૂણા પર ‘રજિસ્ટર’ આઇકોન પર ક્લિક કરો અને કસ્ટમર આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટર કરો

જમણી બાજુએ ઉપર રહેલા બટનનો ઉપયોગ કરીને લોગિન કરો તથા લોગિન આઇડી અને પાસવર્ડ એન્ટર કરો
પ્રોડક્ટ કેટેલાગમાંથી ચેરિટી સિલેક્ટ કરો > ‘ડોનેટ 1500 લિટર ઓક્સિજન’/’ ડોનેટ 6000 લિટર ઓક્સિજન’ સિલેક્ટ કરો> એને કાર્ટમાં ઉમેરો

એકવાર કાર્ટમાં ઉમેરાયા પછી ગ્રાહક રિવોર્ડ પોઇન્ટ્સ બેલેન્સ કે ડેબિટ કાર્ડ કે બંનેનો (રિવોર્ડ પોઇન્ટ્સ + કાર્ડ)નો ઉપયોગ કરીને ચુકવણી કરી શકે છે; રિડેમ્પેશન માટે લઘુતમ 250 રિવોર્ડ પોઇન્ટની જરૂર છે

રજિસ્ટર્ડ ગ્રાહકો માટે ડાયરેક્ટ લોગિન કરો અને 3થી 5 સ્ટેપને ફોલો કરો કરમુક્તિનો દાવો – રિવોર્ડ પોઇન્ટ્સ કે કાર્ડનો ઉપયોગ કરીને તમામ ડોનેશન કલમ 80જી હેઠળ 50 ટકા કરમુક્તિને પાત્ર છે. ક્લેઇમ કરવા [email protected] પર લખો, પેન નંબર, નાણાકીય વ્યવહારની તારીખ અને કોન્ટેક્ટ નંબર આપો.

યસ બેંક ક્રેડિટ કાર્ડના પોઇન્ટ ચેરિટી સામે રીડિમ કરવાના સ્ટેપ:

https://credit.yesrewardz.com/ની મુલાકાત લો તમારા કાર્ડના પ્રકારને પસંદ કરો તથા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે તમારા કાર્ડના પ્રથમ છ અને છેલ્લાં આંકડાનો ઉપયોગ કરીને લોગિન કરો
હોમ પેજ પર ચેરિટી પર ક્લિક કરો > ડોનેટ ઓક્સિજન સિલેક્ટ કરો > એને કાર્ટમાં ઉમેરો એકવાર કાર્ટમાં ઉમેરાયા પછી ગ્રાહકો તેમના રિવોર્ડ પોઇન્ટ્સ બેલેન્સનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકે છે.

કરમુક્તિનો દાવો કરો – રિવોર્ડ પોઇન્ટ્સ દ્વારા તમામ ડોનેશન કલમ 80જી અંતર્ગત 50 ટકા કરમુક્તિને પાત્ર છે. દાવો કરવા માટે [email protected] પર લખો પેન નંબર, વ્યવહારની તારીખ અને કોન્ટેક્ટ નંબર આપો

વર્ષ 2020માં યસ બેંકે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્ટ એન્ડ રીલિફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડ (પીએમ કેર્સ ફંડ)માં રૂ. 10 કરોડનું દાન કર્યું હતું, જેથી કોવિડ-19 રોગચાળા સામે લડવામાં મદદ કરી શકાય અને રાહત પ્રયાસોને ટેકો આપી શકાય.

બેંક આપણા સાથી નાગરિકો અને સમુદાયોના ઉત્સાહને સલામ કરે છે, જેઓ ખભેખભો મિલાવીને કોવિડ-19ની સ્થિતિ સામે લડી રહ્યાં છે. આવશ્યક સેવા પ્રદાતા તરીકે બેંક એના ગ્રાહકોની મદદ કરવા અને સેવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે કર્મચારીઓ અને તેમના પરિવારજનોના આરોગ્ય અને સલામતીને સુનિશ્ચિત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.