Western Times News

Gujarati News

શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની બહેનને ICU બેડ ન મળ્યો

છેલ્લાં બે અઠવાડિયામાં મુકેશ ખન્નાના અવસાનની અફવા બે વાર ઉડી, આ બાબતે ગઈ કાલે જ ખન્નાએ ખુલાસો કર્યો

મુંબઈ: છેલ્લા બે અઠવાડિયામાં શક્તિમાન ફેમ મુકેશ ખન્નાના અવસાનની અફવા બે વાર ઉડી હતી. જ્યારે છેલ્લી વાર આ અફવાનું ખંડન કરતા મુકેશ ખન્નાએ કહ્યું કે તેના ભાઈનું મોત નીપજ્યું છે. પરંતુ જ્યારે મંગળવારે સાંજે ફરી સોશિયલ મીડિયા પર તેના મૃત્યુના સમાચાર આવવા લાગ્યા, ત્યારે તેણે ચાહકોને વીડિયો બનાવીને તેની સલામતીની ખાતરી આપી. આ વચ્ચે હવે સમાચાર એવા પણ આવી રહ્યા છે કે મુકેશ ખન્નાની બહેનનું અવસાન થયું છે.

દિલ્હીમાં આઈસીયુ બેડ ન હોવાના કારણે મુકેશ ખન્નાની બહેનનું મોત નીપજ્યું હતું. જણાવી દઈએ કે મુકેશ ખન્નાની બહેન કોરોનાથી રિકવર થઈ ચૂકી હતી. રિકવરી પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ જેના કારણે મોત નીપજ્યું. મુકેશ ખન્નાએ કહ્યું, ‘અમે છેલ્લા સમય સુધી બેડની શોધમાં રહ્યા હતા અને બેડ ન મળવાને કારણે બહેનને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને હવે તે રહી નથી. આજે તેમના અંતિમ સંસ્કાર થયા છે.

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેને છેલ્લી વાર પણ જાેવાની તક મળી નહોતી. તાજેતરમાં જ મુકેશ ખન્નાએ કહ્યું હતું- ફેસબુક પર મારા મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. ચાહકોને જણાવો કે હું સ્વસ્થ છું અને સંપૂર્ણ સલામત છું. કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરો. મને અવારનવાર ફોન આવતા રહે છે. આ દરમિયાન મુકેશે તેની બહેનની તબિયત લથડતી હોવાની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે દિલ્હીમાં તેઓ તેમની બહેન માટે આઈસીયુ બેડ શોધી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.