સલમાન ખાન ઘરમાં ચુલબુલ પાંડેની જેમ નથી રહી શકતો
જાે ઘરમાં ચુલબુલ પાંડેની જેમ વર્તન કર્યું તો મમ્મી-પપ્પાનો માર પડી શકે છે, અભિનેતાએ ઘરના અંદરની વાત જણાવી
મુંબઈ: દબંગ ફિલ્મનું ચુલબુલ પાંડે પાત્ર સલમાન ખાનનું સૌથી મનપસંદ અને લોકપ્રિય પાત્ર છે અને હવે તે યાદીમાં રાધે પણ જાેડાયું છે. જાે કે, એક્ટરને લાગે છે કે તે આ પાત્રોને ઘરે લઈ જઈ શકે નહીં. તેના જણાવ્યા પ્રમાણે, જાે તે ઘરે ચુલબુલ પાંડે અથવા રાધેની જેમ વર્તન કરે તો તેના માતા-પિતા તેને ફટકારશે. આ વિશે વાત કરતાં, સલમાન ખાને કહ્યું કે,
જ્યારે પણ તે કોઈ વ્યક્તિન સ્ક્રીન પર જાેવે છે ત્યારે તેને લાગે છે કે, કાશ તે તેના જેવો બની શકતો હતો. તે તરત જ ફિલ્મોના લીડ દ્વારા ઈમ્પ્રેસ થઈ જાય છે. તેના કહેવા પ્રમાણે, તે એટલો ઈમ્પ્રેસ થઈ જાય છે કે, એ પાત્રને ઘરે લઈ જવાનો પ્રયાસ કરે છે. જાે કે, તે રાધે અને ચુલબુલ પાંડે જેવા પાત્રોને ઘરે લઈ જઈ શકતો નથી. એક્ટરે ઉમેર્યું કે,
‘જાે હું મારા માતા-પિતાની સામે ચુલબુલ પાંડેની જેમ ચાલું તો મારા પિતા મને મારશે અને મારી માતા મને થપ્પડ મારશે. મારા ભાઈ-બહેન મારી મજાક ઉડાવશે. તેથી, ઘરે હું માત્ર દીકરો અને ભાઈ છું. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ દબંગમાં સલમાન ખાને પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. બાદમાં તે દબંગ ૨ અને દબંગ ૩માં જાેવા મળ્યો હતો. દબંગ ૩ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી.
પ્રભુદેવાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાન ખાન અને દિશા પાટની લીડ રોલમાં છે. આ સિવાય જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ આ મહિને ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મો સિવાય કોરોના મહામારીની સ્થિતિમાં સલમાન ખાન ભલાઈનું કામ કરી રહ્યો છે. તે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં દૈનિક વેતન કમાતા ૨૫ હજાર જેટલા મજૂરોના ખાતામાં ૧૫૦૦ રૂપિયા જમા કરવાનો છે. ગયા વર્ષે પણ એક્ટરે મજૂરોને આર્થિક મદદ કરી હતી.