Western Times News

Gujarati News

ગંગા ઘાટ પર અગણિત મૃતદેહ; ક્યાંક પગ તો ક્યાંક હાથ, કોઈ નથી આપી રહ્યું સાથ

Files Photo

લખનૌ: ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ગંગા ઘાટથી આ સદીની સૌથી ભયાનક તસવીરો સામે આવી છે. સ્થિતિ ૧૯૧૮ના સ્પેનિશ ફ્લૂથી પણ બદતર છે. ઉન્નાવના બક્સરમાં ગંગાના કિનારે માત્ર ૫૦૦ મીટરના વિસ્તારમાં અગણિત લાશ દફન છે. દફન પણ એવી રીતે કે કોઈ લાશનો હાથ તો કોઈનો પગ કૂતરા ફાડી રહ્યા છે. ચારેબાજુ માનવ અંગ વિખરાયેલા પડ્યાં છે. આ તસવીરને દેખાડીને અમારો હેતુ તમને ડરાવવાનો નથી, પરંતુ એ સત્યથી રૂબરૂ કરાવવાનો છે, જેને ‘સિસ્ટમ’એ પોતાના આંકડામાંથી ગાયબ કરી રાખ્યા છે.

ઉન્નાવમાં બક્સર ઘાટથી થોડે જ દૂર બીઘાપુરમાં શ્યામેન્દ્ર રહે છે. તેઓ જણાવે છે કે હવે દરરોજ ઘાટ પરથી લાશોને ખેંચીને કૂતરા તેમને રહેણાક વિસ્તાર સુધી લાવે છે. શ્યામેન્દ્ર જણાવે છે કે પહેલાં સામાન્ય દિવસોમાં દરરોજ ૮થી ૧૦ લાશોના જ અંતિમસંસ્કાર થતા હતા, પરંતુ હવે દરરોજ ૧૦૦થી ૧૫૦ લાશોને લઈને લોકો પહોંચે છે. કેટલાક અંતિમસંસ્કાર કરે છે તો કેટલાક લાશને દફન કરીને જતા રહે છે.

ગંગા કિનારે આ ઘાટ પર જ્યાં સુધી નજર પડે છે ત્યાં તમને પીપીઈ કિટ, માસ્ક, ડેડબોડી કવર જ જાેવા મળશે. અહીં ઉન્નાવની સાથે સાથે ફતેહપુર જિલ્લાના લોકો પણ શબના અંતિમસંસ્કાર કરવા પહોંચે છે. ડ્ઢસ્ રવીન્દ્ર કુમારે ભાસ્કરને જણાવ્યું કે લાશોને દફન કરવાના મામલે તપાસ શું થઈ છે, જીડ્ઢસ્એ આ અંગેનો રિપોર્ટ માગ્યો છે. જરૂર પડશે તો લાશોના ફરીથી અંતિમસંસ્કાર કરવામાં આવશે.

ઉન્નાવના શુક્લાગંજ ઘાટની સ્થિતિનો ખુલાસો કર્યો હતો. અહીં પણ માત્ર ૮૦૦ મીટરના વિસ્તારમાં ૧૨૦૦થી વધુ લાશ દફન છે. ઘાટના કિનારે રહેતા લોકો જણાવે છે કે મોટી સંખ્યામાં લોકો એવા આવી રહ્યા છે, જેમની પાસે અંતિમસંસ્કાર માટે લાકડાં ખરીદવાની ક્ષમતા નથી. એવા લોકો અહીં ઘાટના કિનારે શબ દફન કરીને જતા રહે છે.

૧૯૧૮માં ફેલી ફ્લૂની મહામારીને સ્પેનિશ ફ્લૂ પણ કહેવામાં આવે છે, જે છેલ્લાં ૫૦૦ વર્ષમાં ઈતિહાસની સૌથી ખતરનાક મહામારી હતી. એવું માનવામાં આવે છે કે આ મહામારીથી એ સમયે દુનિયાની એક તૃતીયાંશ આબાદી એટલે કે ૫૦ કરોડ લોકો સંક્મિત થયા હતા. દુનિયાભરમાં એનાથી ૫ કરોડથી વધુ મોત થયાં હતાં. એકલા ભારતમાં જ આ મહામારીએ ૧.૭ કરોડ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ બીમારી એટલી વિચિત્ર હતી કે એને કારણે સૌથી વધુ મોત સ્વસ્થ લોકોનાં થયાં હતાં. ત્યારે પણ શબના અંતિમસંસ્કાર માટે જગ્યા ઓછી પડી ગઈ હતી. લોકો શબોને નદીઓના કિનારે ફેંકીને જતા રહેતા હતા. એ લાશોને કૂતરા અને પક્ષી ફાડી ખાતાં હતાં. સ્પેનિશ ફ્લૂ માટે ૐ૧દ્ગ૧ વાયરસ જવાબદાર હતો. આ વાયરસ આજે પણ આપણી વચ્ચે છે અને દર વર્ષે મનુષ્યોને સંક્રમિત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.