Western Times News

Gujarati News

રશિયન વેક્સિન સ્પૂતનિક આગામી સપ્તાહે ભારતના બજારમાં મળશે

Files Photo

નવી દિલ્હી: ભારતને આગામી સપ્તાહે કોરોના સામે જંગમાં વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળી શકે છે. આગામી સપ્તાહે ભારતમાં રશિયામાં બનેલી સ્પૂતનિક વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યુ કે, સ્પૂતનિક વેક્સિન ભારત પહોંચી ચુકી છે. મને તે જણાવતા ખુશી થઈ રહી છે અને આશા છે કે તે આગામી સપ્તાહે માર્કેટમાં હાજર થશે. અમને આશા છે કે રશિયાથી જે સીમિત સપ્લાય આવી છે, તે આગામી સપ્તાહે વેચાણ માટે ઉપલબ્ધ થશે. પોલે કહ્યુ કે, આ વેક્સિનનો અન્ય જથ્થો આવશે. તેમણે કહ્યું કે, ભારતમાં જુલાઈથી સ્પૂતનિક વેક્સિનનું ઉત્પાદન પણ શરૂ થવાનું છે.

ભારતમાં સ્પૂતનિક વેક્સિનના ૧૫.૬ કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. હાલ દેશમાં અત્યાર સુધી આશરે ૧૮ કરોડ કોરોના વેક્સિન આપવામાં આવી ચુકી છે. અમેરિકામાં સૌથી વધુ ૨૬ કરોડ ડોઝ લાગ્યા છે. ભારત કોરોના રસીના મામલામાં ત્રીજા સ્થાને છે. પોલે કહ્યુ કે, અમને ખુશી છે કે દેશમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકોને કોરોનાનું સુરક્ષા કવચ આપી દેવામાં આવ્યું છે. ૪૫ કે તેનાથી વધુ ઉંમરના ૮૮ ટકા લોકોના કોરોનાને કારમો મોત થયા છે.

તેવામાં આ ઉંમર વર્ગના લોકોનું રસીકરણ જરૂરી હતું અને તેના પર પહેલા ફોકસ કરવામાં આવ્યું છે. તો સ્વાસ્થ્ય મંત્રાલયના જાેઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યુ કે, દેશમાં ૧૮૭ જિલ્લામાં કોરોનાના કેસોમાં છેલ્લા બે સપ્તાહથી સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ઓછો થયો છે. આ સિવાય બિહારમાં સ્થિતિ સુધરી છે અને એક્ટિવ કેસોની સંખ્યા એક લાખથી ઘટી ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૩,૬૨,૭૨૭ લાખ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૩૭,૦૩,૬૬૫ પર પહોંચ્યો છે. જેમાંથી ૧,૯૭,૩૪,૮૨૩ દર્દીઓ રિકવર થયા છે. જ્યારે ૩૭,૧૦,૫૨૫ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાના કારણે એક દિવસમાં ૪૧૨૦ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મોતનો આંકડો ૨,૫૮,૩૧૭ પર પહોંચ્યો છે. એક દિવસમાં જાે કે ૩,૫૨,૧૮૧ દર્દીઓએ કોરોનાને માત પણ આપી છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૭,૭૨,૧૪,૨૫૬ લોકોનું રસીકરણ કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.