Western Times News

Gujarati News

દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થકેર વધુ સુલભ બનાવવા મેક્સ બુપાએ ‘સિનિયર ફર્સ્ટ’ પ્લાન લોંચ કર્યો

·         રિએશ્યોર બેનિફિટઃ ફર્સ્ટ ક્લેમ સાથે આ બેનિફિટમાં અનલિમિટેડ સમ ઇન્સ્યોર્ડ છે. ગ્રાહકો આ લાભ હેઠળ અમર્યાદિત વખત ક્લેમ કરી શકે છે. બેઝ સમ એશ્યોર્ડ સુધી કોઇપણ ક્લેમ કરી શકે છે

·         કોઇપણ સબ-લિમિટે લાગુ નહીઃ મોતિયા, જોઇન્ટ રિપ્લેસમેન્ટ વગેરે જેવી સામાન્ય આરોગ્ય સ્થિતિની સારવાર ઉપર કોઇ મર્યાદા નહીં

·         ઉંમર આધારિત પ્રી-પોલીસી ચેક-અપ નહીઃ ઇશ્યૂ કરતાં પહેલાં મેડિકલ ચેક-અપ ફરજીયાત નહીં. સિનિયર્સ કોઇપણ સમ ઇન્સ્યોર્ડ અને ઉંમર આધારિત પ્રીપોલીસી મેડિકલ ચેક-અપ વિના આ પોલીસી લઇ શકે છે

·         તમામ ડે કેર ટ્રીટમેન્ટ સામેલઃ એન્જિયોગ્રાફી, ડાયાલિસિસ, રેડિયોથેરાપી વગેરે સહિતના 2 કલાકથી વધુ હોસ્પિટલાઇઝેશન ધરાવતી ડે કેર ટ્રીટમેન્ટ ઉપર ખર્ચ કવર કરે છે

નવી દિલ્હી, ભારતની અગ્રણી આરોગ્ય વીમા કંપની પૈકીની એક મેક્સ બુપાએ આજે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયેલા પ્લાન ‘સિનિયર ફર્સ્ટ’ લોંચ કરવાની જાહેરાત કરી છે,Max Bupa launches ‘Senior First’ plan to make healthcare more accessible for senior citizens in the country

જે વરિષ્ઠ નાગરિકોને તેમના સુવર્ણ વર્ષોમાં બિનશરતી સહયોગ અને કાળજી પ્રદાન કરશે. સિનિયર ફર્સ્ટ પ્લાનમાં મોતિયો, ની રિપ્લેસમેન્ટ વગેરે જેવી સામાન્ય આરોગ્ય પરિસ્થિતિઓ ઉપર કોઇપણ પ્રકારની સબ લિમિટ વિના રૂ. 25  લાખ સુધીના કવરેજના વિકલ્પો સામેલ છે.

વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમાની ખરીદી વખતે સર્જાતા પડકારોને દૂર કરવામાં ગ્રાહકોને મદદરૂપ બનવા તથા તેમને સરળતાથી પોલીસી ઇશ્યૂ કરવા માટે સિનિયર ફર્સ્ટ પ્લાન વિવિધ આકર્ષક વિશેષતાઓ ધરાવે છે, જેમાં પ્રથમ દિવસથી બિન-ફરજીયાત પ્રી-ઇન્સ્યોરન્સ મેડિકલ ટેસ્ટ, હેલ્થ ચેક-અપ્સ, સરળ ફ્રી ક્લેઇમ પ્રક્રિયા વગેરે સામેલ છે.

પ્રોડક્ટની વિશેષતાઓઃ

 

·         રિએશ્યોર બેનિફિટ

·         સેફગાર્ડ એડઓન

·         સામાન્ય સ્થિતિ ઉપર કોઇ સબ-લિમિટ લાગુ નહીં

·         બિન-ફરજીયાત પ્રી-મેડિકલ ટેસ્ટ

·         તમારા પોતાના કો-પેમેન્ટની પસંદગી

·         કપાતપાત્ર માટે કો-પેમેન્ટની અદલાબદલી

·         નો ક્લેમ બોનસ

·         પ્રથમ દિવસથી હેલ્થ ચેક-અપ્સ

·         ડે કેર ટ્રીટમેન્ટ ઉપર કવરેજ

સિનિયર ફર્સ્ટ પ્રોડક્ટની વિશેષ લાક્ષણિકતા રિએશ્યોર બેનિફિટ છે, જે પ્રથમ ક્લેમ સાથે જ શરૂ થઇ જાય છે અને તે અનલિમિટેડ સમ ઇન્સ્યોર્ડ બેનિફિટ છે. આ બેનિફિટ હેઠળ ચૂકવાયેલા કોઇપણ ક્લેમ બેઝ સમ ઇન્સ્યોર્ડ સુધીના હોઇ શકે છે. વ્યક્તિ સમાન પોલીસી વર્ષમાં સમાન અથવા વિવિધ બિમારીઓ માટે જરૂરી તમામ ક્લેમ કરી શકે છે.

ટૂંકમાં આ વિશેષતા વરિષ્ઠ નાગરિકોને ઓછા કવરેજની સમસ્યાનો સામનો કરવા સક્ષમ કરશે, જે કોવિડ-19 સહિતની તમામ પ્રકારની બિમારીઓ માટે કરાયેલી અનપેક્ષિત તબીબી ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરશે. કિડની ફેઇલ્યોર, ડાયાલિસિસ અથવા કેન્સર જેવી ગંભીર બિમારીઓ કે જ્યારે દર્દીને સમાન વર્ષમાં એકથી વધુ વખત હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે તેવા કિસ્સામાં પણ આ ઉપયોગી છે. પ્રોડક્ટમાં અનલિમિટેડ કવરેજ ખૂબજ ઉપયોગી બની રહેશે.

સિનિયર ફર્સ્ટના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ ક્રિષ્નન રામચંદ્રને જણાવ્યું હતું કે, “વરિષ્ઠ નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ પ્રદાન કરવામાં વર્તમાન અવરોધોને દૂર કરવા માટે અમારી પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં ફરજીયાત મેડિકલ ટેસ્ટ, પહેલેથી અસ્તિત્વમાં ગંભીર સ્થિતિને કારણે પોલીસીનો અસ્વિકાર, ઉંચુ પ્રીમિયમ, અપર્યાપ્ત કવરેજ, હાઇ કો-પે ઓપ્શન વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં આવી છે.”

“સતત વધતા મેડિકલ ઇન્ફ્લેશન વચ્ચે વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સિનિયર ફર્સ્ટ પ્લાન કાળજીપૂર્વક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમે સમજીએ છીએ કે હાલના મૂશ્કેલ સમયમાં લોકો નાણાકીય રીતે સુરક્ષિત રહેવા માગે છે અને તેથી જ ખરાઅર્થમાં કેશલેસ પ્રોડક્ટ આ પોલીસી લેવાં ઉપર કોઇપણ પ્રકારનું આર્થિક ભારણ ન રહે તે સુનિશ્ચિત કરશે.”

સિનિયર ફર્સ્ટ ખરાઅર્થમાં કેશલેસ પ્રોડક્ટ છે તેમજ પીપીઇ કિટ, ગ્લવ્ઝ, ઓક્સિજન માસ્ક, કન્વેયન્સ ચાર્જીસ વગેરે જેવાં નોન-પેબલ ખર્ચ ઉપર પણ 100 ટકા સેફગાર્ડ બેનિફિટ ઓફર કરે છે. આ પ્રોડક્ટ તમામ ડે કેર ટ્રીટમેન્ટ્સના ખર્ચને પણ આવરી લે છે,

જેમાં એન્જિયોગ્રાફી, ડાયાલિસિસ અને રેડિયોથેરાપી વગેરે માટે 2 કલાકથી વધુનું હોસ્પિટલાઇઝેશન જરૂરી હોય છે. સિનિયર ફર્સ્ટ પ્લાનમાં નો ક્લેબ બોનસ બેનિફિટ પણ સામેલ છે, જે ગ્રાહકોને તંદુરસ્ત રહેવા માટે વળતર આપે છે. વધુમાં પોલીસી ખરીદદાર તેમની નાણાકીય સ્થિતિ મૂજબ પોતાનું કો-પેમેન્ટ પસંદ કરી શકે છે અને કપાતપાત્ર માટે કો-પેમેન્ટ્સની અદલાબદલી પણ કરી શકે છે.

મેક્સ બુપા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રોડક્ટ્સ, અન્ડરરાઇટિંગ અને ક્લેમ્સના ડાયરેક્ટર ડો. ભાબાતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, આરોગ્યની વાત આવે ત્યારે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત સમૂહ વરિષ્ઠ નાગરિકો છે. કમનસીબે આ વયજૂથ માટે જરૂરિયાત વધુ છે, પરંતુ ખર્ચ ઉપાડવાની ક્ષમતા ઓછી છે.

આ ઉંમરે જ્યારે આવક બંધ થઇ જાય છે ત્યારે ઘણાં ઉંચા પ્રીમિયમ અને બીજા પડકારોને કારણે તેમના આરોગ્ય સાથે બાંધછોડ કરે છે. સિનિયર ફર્સ્ટ પ્લાન વરિષ્ઠ નાગરિકોને વ્યાપક કવરેજ મેળવવા માટે સક્ષમ બનાવશે, જે તેમને કોવિડ-19 સહિતની તમામ બિમારીઓને અનપેક્ષિત તબીબી ખર્ચ સાથે સુરક્ષા પ્રદાન કરશે. તે બાળકોને પણ અનપેક્ષિત આરોગ્ય પડકારો સામે માતા-પિતાને સુરક્ષિત રાખવા સક્ષમ કરશે.

મેક્સ બુપાનો સિનિયર ફર્સ્ટ પ્લાન ગોલ્ડ અને પ્રીમિયમ રેન્જમાં ઉપલબ્ધ છે તેમજ સમ ઇન્સ્યોર્ડ રૂ. 5 લાખથી રૂ. 25 લાખ સુધીની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.