Western Times News

Gujarati News

એક વખત જે કમિટમેન્ટ કરુ છું તે પુરું કરું છું : સલમાન

રાધેને ઇદ પર રિલીઝ કરવાનું કમિટમેન્ટ સલમાને કર્યું હતું, જે કોરોના મહામારીનાં સંકટ વચ્ચે પણ પૂર્ણ કર્યું છે

મુંબઈ: આખા દેશમાં કોરોના મહામારીની સેકેન્ડ વેવથી ત્રસ્ત થઇ ગયા છે. તેમ છતા બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ઇદ પર તેમની ફિલ્મ રિલીઝ કરવાનું કમિટમેન્ટ પૂર્ણ કરી રહ્યાં છે. સંકટ વચ્ચે લોકો ઇદનાં સમયે ઘરે જ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ ઇદનાં સમયે રિલીઝ કરવામાં આવીછે. ફિલ્મ પ્રભુદેવાનાં ડિરેક્શનમાં બની છે ૨૪૯ રૂપિયા ચુકવી તમે ઘેર બેઠા આ ફિલ્મ જાેઇ શકો છો. ઢઈઈઁઙ્મીટની પે પર વ્યૂ સર્વિસનો લાભ ઉઠાવી ઝી૫ પર જાેવા મળે છે. આ ઉપરાંત મેન ડીટીએચ ઓપરેટર એટલે કે, ડિશ, ડીટૂએચ, ટાટા સ્કાય અને એરટેલ ડિજિટલ ટીવી પર પણ આ જાેઇ શકાય છે.

જાેકે કોરોના મહામારીનાં સંકટની વચ્ચે લોકો મનોરંજન માટે ફિલ્મ જાેવે તેવું મુશ્કેલ છે. ફર્સ્‌ટ પોસ્ટ સાથે વાત કરતાં સલમાન ખાને જણાવ્યું કે, ‘ટાઇગર’, ‘દબંગ’, ‘બોડીગાર્ડ’ અને ‘વોન્ટેડ’થી અલગ છે ‘રાધે’ની કહાની. અમે પોતાને રિપીટ નહી કરીએ. હું ઇચ્ચુ છુ કે તમે પણ ફિલ્મ જાેવો અને મને જણાવો કે તેમાં શું નવું છે. હું તો તે જ સલમાન છુ જેને ‘મેને પ્યાર કિયા’થી દર્શકોનો પ્રેમ મળ્યો છે. અને આજે પણ બરકરાર છે. દાદા-દાદી, નાના-નાની, માતા-પિતાથી લઇ બાળકો સૌ કોઇ મને પસંદ કરે છે. હું મારા ફેન્સનો આભારી છું.

સલમાન ખાન દર ઇદનાં સમયે તેની એક ફિલ્મ જરૂર રિલીઝ કરે છે. આ વખતે પણ સલમાને તેનો વાયદો પૂર્ણ કર્યો છે. સલમાન ખાનનું કહેવું છે કે, ‘જાે ઝી અમારો પાર્ટનર ન હોતો તો આ સંભવ ન હોત. ઓટીટી પર રિલીઝ કરવા માટે તમામ થિયેટર માલિકોની માફી માંગુ છું. હું પણ આ ફિલ્મ થિએટરમાં રિલીઝ થાય તેમ ઇચ્છતો હતો.’ જાે ‘રાધે’ થિએટરમાં રિલીઝ થઇ હોત તો ક્રાઉડ જરૂર આવત અને થિએટર માલિકોને તેનો ફાયદો અશ્ય થાત.

પણ તેમ બની ન શક્યું. હવે ભારતમાં  પર અને વિદેશમાં ૨૦-૨૫ થિએટરમાં રિલીઝ થશે. એક વખત સ્થિતિ કંટ્રોલમાં આવી જાય તો અમે ભારતમાં ‘રાધે’ થિએટર્સમાં રિલીઝ કરીશું. બોક્સ ઓફિસ પર કલેક્શન આશે ઝીરો છે. પણ તેમ છતાં આ ફિલ્મને રિલીઝ કરી રહ્યાં છે. હાલમાં અમે ૨૦૦ની જગ્યાએ ફ્કત ૨ કરોડ રૂપિયા કમાઇ રહ્યાં છીએ પણ ઠીક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.