લાવા Z2 મેક્સ – તમારા બાળકનાં મોટાં સ્વપ્નો માટે મોટું કેન્વાસ
નવી દિલ્હી, અગ્રણી ભારતીય હેન્ડસેટ કંપની લાવા ઇન્ટરનેશનલે આજે નવો સ્માર્ટફોન Z2 મેક્સ લોંચ કરવાની જાહેરાત કરી હતી. સ્માર્ટફોન ઓનલાઇન એજ્યુકેશનને સપોર્ટ કરવા માટે વિકસાવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ કોઈ પણ ટેકનોલોજીકલ પડકાર વિના તેમના લક્ષ્યાંકો પાર પાડી શકે. મોટી 7 ઇંચની સ્ક્રીન અને 6000 mAh બેટરી સાથે સજ્જ એના પ્રાઇસ સેગમેન્ટમાં સૌથી મોટો સ્માર્ટફોન બાળકોના મોટા સ્વપ્નો પૂર્ણ કરવા મોટું કેન્વાસ પ્રદાન કરશે.
મહામારી દરમિયાન ઇ-લર્નિંગ સામાન્ય થઈ ગયું હોવાથી વિદ્યાર્થીઓ ઘણી વાર બેટરી બેકઅપ, સ્ક્રીન સાઇઝ અને સ્ક્રીન ક્લેરિટી જેવી સમસ્યાઓનો સામનો કરે છે, કારણ કે તેમને સ્ક્રીન પર લાંબા કલાકો પસાર કરવાની ફરજ પડી છે. ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે હંમેશા ફોન બનાવતી લાવાએ આ જરૂરિયાતને સમજી છે અને Z2 મેક્સ વિકસાવ્યો છે. સ્માર્ટફોન રૂ. 7,000ની કિંમત પર લોંચ થયો છે અને એને લાવાના ઇ-સ્ટોર, ઓફલાઇન સ્ટોર્સ અને ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ખરીદી શકાશે.
લાવા ઇન્ટરનેશનલના પ્રોડક્ટ હેડ શ્રી તેજિન્દર સિંહે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય છે અને કમનસીબ મહામારીને કારણે શૈક્ષણિક ક્ષેત્રમાં મોટો વિક્ષેપ પેદા થયો છે અને વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે એકાએક તેમના માતાપિતાના ઉપકરણો પર નિર્ભર થઈ ગયા હતા.
Z2 મેક્સ સાથે અમે લાવામાં એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, દરેક વિદ્યાર્થીને ઉચિત શિક્ષણ મળે અને ભવિષ્યમાં દેશના વિકાસમાં પ્રદાન કરે. ઉપરાંત ઓનલાઇન શિક્ષણ અહીં જળવાઈ રહેશે અને ભારતમાં શિક્ષણ વ્યવસ્થાનું અભિન્ન અંગ બની રહેશે. વિદ્યાર્થીઓએ ડિજિટલ લર્નિંગ તરફ વળવાની શરૂઆત કરી છે, જે તેમને વધારે પર્સનલાઇઝ અને ઇન્ટરેક્ટિવ બનાવવાની તક આપશે તેમજ તેમને વધારે સમજણ મેળવવામાં મદદ કરશે.”
શ્રી સિંહે ઉમેર્યું હતું કે, “ટીમે પ્રોડક્ટ પર ઘણું મનોમંથન કર્યું હતું અને એ રીતે ડિઝાઇન કરી છે, જેથી એનો ઉપયોગ ડિજિટલ એજ્યુકેશન તેમજ ઓનલાઇન કન્ટેન્ટના ઉપયોગ માટે થઈ શકશે. ફોન એક સંપૂર્ણ પેકેજ છે અને યુઝરને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરશે, જેને એન્ડ્રોઇડ દ્વારા વધુ સંવર્ધિત કરવામાં આવ્યો છે.”
લાવા Z2 મેક્સની અન્ય મુખ્ય ખાસિયતોમાં સામેલ છે – 13+2 એમપી ડ્યુઅલ રિઅર કેમેરા, 8 એમપી સેલ્ફી કેમેરા, કોર્નિંગ® ગોરિલા® 3 ડિસ્પ્લે પ્રોટેક્શન અને HD+ નોચ ડિસ્પ્લે. ફોન મીડિયાટેક હીલિયો પ્રોસેસર પર ચાલે છે અને 2 GB DDR4X RAM અને 32GB સ્ટોરેજ સાથે આવે છે. ફોન ઇનબિલ્ટ બોક્ષ સ્પીકર ધરાવે છે, જે લાઉડ અને ક્લીઅર ઓડિયોની સુવિધા આપે છે.