બેંકના ખાતામાં મનપસંદ નંબરનો ઉપયોગ કરવાની આ બેંક સુવિધા આપી રહી છે
જના સ્મોલ ફાઇનાન્સ બેંકએ “આઈ ચૂઝ માય નંબર” સુવિધાની જાહેરાત કરી
બેંગ્લોર – જના સ્મોલ ફાઇનાન્સ બેંકએ આજે સમગ્ર ભારતમાં એના તમામ ગ્રાહકો માટે “આઈ ચૂઝ માય નંબર” સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ નવી સુવિધા બેંકના હાલના અને નવા ગ્રાહકોને તેમના સેવિંગ્સ કે કરન્ટ ખાતાધારકોને તેમનો મનપસંદ નંબર પસંદ કરવાનો વિકલ્પ આપશે.
મોટા ભાગના ભારતીયોના જીવનમાં નંબર કે આંકડા અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વ્યક્તિ માટે કેટલાંક નંબર ખાસ હોય છે, આ નંબર તેમના માટે લકી નંબર હોય છે, તેમના મનપસંદ વાહનની નંબર પ્લેટ હોય છે, જન્મદિવસ હોય છે કે પછી લગ્નની તારીખ હોય છે, યાદગાર ફોન નંબર વગેરે છે.
નંબર માટેની આ ચાહના અને પ્રેમનો વિચાર કરીને જના સ્મોલ ફાઇનાન્સ બેંક એના ગ્રાહકોને તેમના બેંક ખાતા, સેવિંગ્સ કે કરન્ટના છેલ્લાં 10 ડિજિટ તરીકે પસંદ કરવાની સુવિધા આપશે. ગ્રાહકે પસંદ કરેલા ખાતાનંબરની ફાળવણી એ નંબરની ઉપલબ્ધતાને આધિન રહેશે.
આ ડેવલપમેન્ટ પર જના સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ અજય કંવલે કહ્યું હતું કે, “અમે જોયું છે કે, ગ્રાહકો સરળ અને વ્યક્તિગત બેંકિંગ ઇચ્છે છે. આ વધારાની સુવિધા ગ્રાહકોને બેંક સાથે વધારે સારી રીતે જોડશે, કારણ કે તેઓ લકી નંબર પસંદ કરી શકશે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં અમે ગ્રાહકોની પસંદગીને અનુરૂપ બનાવેલા સોલ્યુશનો પ્રદાન કરવા કટિબદ્ધ છીએ.”