ગુમ હૈ કિસી કે પ્યાર મેં ટીઆરપી ચાર્ટમાં બાજી મારી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Gum-hai-kisi-ke.jpg)
મુંબઈ: રુપાલી ગાંગુલી સ્ટારર અનુપમા સીરિયલ જેણે છેલ્લા ઘણા લાંબા સમયથી નંબર ૧નું સ્થાન જાળવી રાખ્યું હતું, તે આ અઠવાડિયે બીજા નંબર પર પહોંચી ગઈ છે અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ટીઆરપી ચાર્ટમાં ટોચનો તાજ છીનવવામાં સફળ રહી છે. અમારા સહયોગી રુપાલી ગાંગુલી સાથે વાત કરી હતી અને કાસ્ટ તેમજ ક્રૂનું રિએક્શન કેવું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘અનુપમા’ સીરિયલની ટીમ હાલ ગુજરાતમાં શૂટિંગ કરી રહી છે. રુપાલી ગાંગુલીએ કહ્યું કે, સારી વાત છે અને અન્ય શોને પણ ક્યારેક તક મળવી જાેઈએ. આ અમને વધારે હાર્ડ વર્ક કરવા માટે પ્રોત્સાહન આપશે’.
આ સિવાય તેણે કહ્યું કે, ‘સીરિયલના પ્રોડ્યૂસર રાજન શાહી પણ હંમેશાની જેમ ચીયરફુલ છે. રુપાલીએ કારણ આપતાં કહ્યું કે, તે અને આશિષ મેહરોત્રા બંને કોવિડ-૧૯થી સંક્રમિત થયા હતા. હું અને આશિષ બંને બીમાર હોવાથી રાઈટર્સને મુખ્ય સ્ટોરીમાં થોડો ટિ્વસ્ટ આપવો પડ્યો હતો. પરંતુ જરા વિચારો કે તેમ છતાં તેઓ દર્શકોનો રસ જીવંત રાખવામાં સફળ રહ્યા હતા. તસનિમ શેખને (રાખી દવે) પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તે રાઈટર્સ માટે સરળ સમય નહોતો.
શું તે આશા રાખી હતી કે ગુમ હૈ કિસી કે પ્યાર મેં આ રીતે ટોચનું સ્થાન છીનવી લેશે? તેમ પૂછતાં એક્ટ્રેસે કહ્યું કે, અન્ય દરેક શો તેના હાઈ-પોઈન્ટ પર મૂકાયા હતા. તે તમામની પાસે બેન્ક હતી. શું તમે લોકો આવતા અઠવાડિયે ફરીથી નંબર ૧ પર કમબેક કરી શકશો? તે સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, તેની જાણ ચેનલ અને પ્રોડ્યૂસરને હશે. અમે માત્ર એક્ટર્સ છીએ. હા, સ્પર્ધા છે. પરંતુ અમે હંમેશા અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશું’, તેમ અંતમાં રુપાલી ગાંગુલીએ કહ્યું. અનુપમા સીરિયલના હાલના સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, વનરાજ અને અનુપમાના ડિવોર્સ થવા જઈ રહ્યા છે. એક તરફ વનરાજ હમણા અનુપમાને ડિવોર્સ આપવા માગતો નથી તો બીજી તરફ અનુપમા ડિવોર્સ લેવા માટે નિશ્ચિત છે. બંનેના ડિવોર્સથી સૌથી વધારે ખુશ કાવ્યા છે.