નારાયણ સેવા સંસ્થાને કોવિડ-19ની બીજી લહેર વચ્ચે #Ghargharbhojan અભિયાન શરૂ કર્યું
ઉદેપુર, નારાયણ સેવા સંસ્થાને આજે #Ghargharbhojan અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાન કોવિડ-19ની બીજી લહેર દરમિયાન પરપ્રાંતીય અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજનનું વિતરણ કરવાના ઉદ્દેશ સાથે શરૂ થયું છે. અભિયાન બરોડા, મેરઠ અને પરભાણી જેવા શહેરોમાં દિવ્યાંગજનોના કોવિડ-19 પોઝિટિવ પરિવારજનો વચ્ચે નિઃશુલ્ક ભોજનનું વિતરણ કરશે.
નારાયણ સેવા સંસ્થાન ઉદેપુરમાં #Sathihathbadhana નામ અંતર્ગત અતિ સફળ અભિયાન ચલાવે છે. આ અભિયાન અંતર્ગત સેવાભાવી સંસ્થા (એનજીઓ) જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન, હોસ્પિટલ બેડ, એમ્બ્યુલન્સ અને ઓક્સિજન ઓફર કરે છે. એનએસએસએ ફ્રી એમ્બ્યુલન્સ સેવા સાથે આશરે 572 દર્દીઓને ટેકો આપ્યો છે, 127 લોકોને નિઃશુલ્ક ઓક્સિજન સુવિધા ઓફર કરી છે અને ઉદેપુરમાં 122 જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલ બેડની સુવિધા પૂરી પાડી છે.
એની પેન ઇન્ડિયા કોરોના મેડિકલ કિટ અભિયાનમાં એનએસએસએ દિલ્હી, બરોડા, ઉદેપુર, અમદાવાદ, જયપુર, કોટા, મેરઠ અને બેંગલોરમાં અત્યાર સુધી કુરિયર દ્વારા 1234 ફ્રી કોરોના મેડિકલ કિટ ઓફર કરી છે. આ અભિયાન કોવિડ-19 પોઝિટિવ દર્દીઓ માટે હતું અને પ્રીસ્ક્રાઇબ દવાઓ ધરાવે છે.
મેડિકલ કિટ ડૉક્ટરે પ્રીસ્ક્રાઇબ કરેલી ચોક્કસ દવાઓ ધરાવે છે. કિટમાં પેરાસીટામોલ, ડોક્સી કેપ્સૂલ અને એઝિથ્રોમાયસિન, ટેબ્લેટ ઇવર્મેક્ટિન, મલ્ટિવિટામિન ટેબ્લેટ સાથે ટેબ્લેટ ડી3 60કે સાથે વિટામિન ટેબ્લેટ્, ઝિંક જેવા દવાઓ સામેલ હોય છે.
નારાયણ સેવા સંસ્થાનના પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “ઘરે રહો, સલામત રહો અને કોઈ કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો અને માસ્ક પહેર્યા વિના બહાર ન નીકળો. આપણે સરકારે સ્થાપિત કરેલા સરળ નિયમોનું પાલન કરીને વાયરસના પ્રસારને અટકાવી શકીએ.
અમે માનવજાતની સેવા કરવામાં માનીએ છીએ અને નાનાં નાનાં કામો કરીને અમે અને અમારી ટીમ જરૂરિયાતમંદોને મદદ કરીએ છીએ. અમે ઓક્સિજનની અનુપલબ્ધતાની વાસ્તવિકતા જોઈ છે અને અમે આ કોવિડ-19 કટોકટી દરમિયાન જરૂરિયાત ધરાવતા લોકોનું જીવન બચાવવા શક્ય તમામ ઓફર કરીએ છીએ. અમારી ફ્રી સેવાઓથી દરેક દર્દીને મદદ મળી શકે છે, જેઓ જરૂરિયાત ધરાવે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણે તમામ આ કટોકટીમાંથી શક્ય એટલી વહેલી તકે બહાર આવીએ.”
બીજી લહેર વચ્ચે સેવાભાવી સંસ્થાએ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં સ્થાનિક અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા 18108 થાળી વહેંચી છે. ઉપરંત ભારતમાં કોઈ પણ જગ્યાએ એનએસએસ કોરોના મેડિકલ કિટ મેળવવા લોકો લેબ સર્ટિફિકેટ અને તેમના ડૉક્ટરના એનએસએસ કોરોના કિટમાં સામેલ દવાઓનો ઉલ્લેખ હોય એવા પ્રીસ્ક્રિનપ્શન સાથે 9649499999 પર સંપર્ક કરી શકે છે.