ઇસનપુર વોર્ડના વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ જનોના નિ:શુલ્ક રસીકરણ માટે એમ્બ્યુલન્સ સેવા
અમદાવાદ, કોરોના રાજ્યવ્યાપી વ્યાપક સંક્રમણના કારણે તહેવારો, ઉત્સવોની ઉજવણી ટાળવા માટે ધાર્મિક આગેવાનોને વિનંતી કરી હતી.જેમનો સહયોગથી સંક્રમણને મહદંશે અટકાવવા સરકાર સફળ રહી છે તેમ ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઈસનપુરવોર્ડના વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગજનોને સરળતાથી નિશુલ્ક રસીકરણની ઉપલબ્ધતા કરાવવાના સેવાભાવ સાથે દેશના ગૃહ રાજ્યમંત્રીશ્રી અમિત શાહની પ્રેરણાથી ઇસનપુર વોર્ડના કાઉન્સિલર શ્રી ગૌતમ પટેના સહયોગ દ્વારા જગન્નાથ મંદિરના પ્રાંગણથી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો .
આ વેળાએ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કર્ણાવતી મહાનગર પ્રમુખ અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સહ કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, દંડક શ્રી અરુણ રાજપુત સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.