ઓરિસ્સાની જેલમાં ૧૨૦ કેદી કોરોના સંક્રમિત થયા, ૨નાં મોત
ભુવનેશ્વર: ઓરિસ્સામાં કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. ઓરિસ્સા ભારતના એવાં રાજ્યોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં કોરોનાવાયરસના ૧ લાખથી વધુ એક્ટિવ કેસ હોય. આ દરમ્યાન ઓરિસ્સાની જેલોમાં પણ કોવિડ-૧૯નો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ઓરિસ્સાની જેલોમાંથી એક બાદ એક કેટલાય કેદીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તાજા રિપોર્ટ મુજબ ઓરિસ્સાની જેલમાં ૧૨૦થી વધુ કેદીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે ૨ કેદીઓનાં મોત થયાં છે. ઓરિસ્સા ડીઆઈજી (જેલ)એ આ વાતની જાણકારી આપી છે.
ઓરિસ્સાની જેલમાં ફેલાયો કોરોના ઓરિસ્સાના ડીઆઈજી (જેલ)એ કહ્યું કે રાજ્યના ૧૨૦ કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે ૨ કેદીઓના કોરોનાથી મોત થયાં છે. તેમણે જણાવ્યું કે આઈસોલેશન વોર્ડથી હવે ગંભીર કોવિડ દર્દીઓને હોસ્પિટલે સ્થાનાંતરિત કરી દેવાયા છે. ઓરિસ્સાના ડીઆઈજીએ કહ્યું કે કોરોનાને જાેતાં જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે ૪૪૯ કેદીઓને ૯૦ દિવસના પેરોલ પર છોડી મૂકવામાં આવ્યા છે. તેમણે જાણકારી આપી કે પટનાગઢ ઉપ-જેલ અને બરહામપુર જેલની એક સેલને કોવિડ ૧૯ કેર સેન્ટરમાં તબદીલ કરવામાં આવી છે. ઓરિસ્સામાં કોરોનાના તાજા આંકડા ઓરિસ્સામાં કોરોનાવાયરસના એક્ટિવ કેસની સંખ્યા એક લાખથી વધુ છે.