ખાનગી સ્કુલોની ફીમાં રાહત આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહીં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/School-bag-heavy-scaled.jpg)
પ્રતિકાત્મક
ફીમાં રાહત આપવાના નિર્ણયમાં સરકારનો વિલંબ, સંચાલકોને ફી ઉઘરાવવા મોકળું મેદાન
(એજન્સી) અમદાવાદ, કોરોના કાળ છતાં મેલી મુરાદ ધરાવતા કેટલીક ખાનગી સ્કુલોના સંચાલકો દ્વારા અત્યારથી જ નવા વર્ષની ફી માટેના ઉઘરાણા શરૂ કરાયા છે. વાલીઓને ફોન તેમજ મેસેજ કરી ફી ભરી દેવા માટેે દબાણ કરવામાં આવી રહ્યુ હોવાનુૃ કેટલાંક વાલી સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
શહેરના કાંકરીયા સ્થિત દિવાન બલ્લુભાઈ સ્કુલ દ્વરા પણ વાલીઓને ફી ભરવા માટે ફોન કરવામાં આવ્યા છે. એફઆરસીના નિયમ અનુસાર સ્કુલો માત્ર પ્રથમ ક્વાર્ટરની ફી જ વસુલી શકે છે. ત્યારે આવી મહામારી વચ્ચે પણ વાલીઓને રાહત આપવાની તો વાત દૂર પણ દિવાન બલ્લુભાઈ સ્કુલના સંચાલકે દ્વારા પ૦ ટકા ફી ભરવા માટે વાલીઓને ફોન પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે હાલમાં તમામ સ્કુલોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ છે. ચાલુ વર્ષે હજુ સુધી સરકાર દ્વારા ફી માં રાહત આપવા અં કોઈ નિર્ણય લેવાયો નથી. વાલીઓ એવુ ચર્ચા કરતા હતા કે આમાં સરકાર જ પાસે રહીને શાળા સંચાલકોને ફી ઉઘરાવવા માટે મદદ કરતી હોય એવુ લાગી રહ્યુ છે
કેમ કે આવા કપરા કાળમાં જ્યાં લોકોના ધંધા-રોજગાર બંધ છે. ઘણાની તો નોકરી પણ જતી રહી છે તો એવા સમયમાં સરકારે વચ્ચે પડીને રાહત અપાવવાની તો વાત એક બાજુએ રહી, પણ પાસે રહીને ઉઘરાણા કરાવતું હોય એવુ લાગી રહ્યુ છે. સરકાર નિર્ણય લે એ પહેલાં જ સંચાલકો દ્વારા ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.
સ્કુલો બંધ હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી ફીમાં રાહત આપવા અંગેનો કોઈ નિર્ણય કેમ લેવામા આવતો નથી. જાણી જાેઈને સરકાર નિર્ણય લેવામાં મોડુ કરી રહી છે. અથવા તો નિર્ણય લેવામાં શા માટે આટલો વિલંબ કરવામા આવી રહ્યો છે.
તેના અનુસંધાને કેટલાંક વાલી મંડળો દ્વારા એવા પણ આક્ષેપો કરવામા આવી રહ્યા છે કે
સરકાર ખુદ એટલા માટેે ફીમાં રાહત આપવા અંગેનો નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે કે નિર્ણય લેવાય એ પહેલા સંચાલકો પોતાની ઇચ્છા મુજબ ફીના ઉઘરાણા કરી શકે. હકીકતમાં તો સંચાલકોએ પણ આ જ રીતે ફી ઉઘરાવવાુૃ શરૂ કરી પણ દીધું છે. આમાં બંન્ને સાંઠગાંઠ હોઈ એવુ લાગી રહ્યુ છે.