ફિલ્મ ડબ્બામાં જતા સંજય લીલાને ૧૫ કરોડનો ફટકો
મુંબઇ, હાલમાં સંજય લીલા ભણસાલીએ પોતાની આવનાર ફિલ્મ ઇન્સાહઅલ્લાહને રોકી દીધી છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા હતા. ફેન્સ પણ આ ફિલ્મને લઇને ઉત્સાહિત દેખાઇ રહ્યા હતા. ભણસાલીએ આ ફિલ્મ માટે પ્રી પ્રોડક્શન કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. મુંબઇના મહેબુબ સ્ટુડિયોમાં ફિલ્મને લઇને મોંઘા સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. બોલિવુડ હંગામાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સંજય લીલાએ જાતે આ ફિલ્મને હાલમાં રોકી દેવાનો નિર્ણય કર્યો છે. જા કે પ્રી પ્રોડક્શન પર જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં ક્રુના પગાર અને ઇન્ડિયા અને યુએસના લોકેશનમાં સામેલ ચાર્જ સામેલ છે. સુત્રોએ કહ્યુ છે કે ફિલ્મની તૈયારીમાં સંજયલીલા દ્વારા પોતાના ખિસ્સામાંથી જંગી રકમ ખર્ચ કરી ચુક્યા છે. કારણ કે કોઇ પણ પ્રોડક્ન હાઉસ આ ફિલ્મ સાથે જાડાયા ન હતા. સલમાન ખાને પણ ફિલ્મના પ્રોડક્શન ખર્ચને ઉપાડવા માટેની તૈયારી દર્શાવી હતી. જા કે મોડેથી ફિલ્મ ડબ્બામાં જતી રહી છે. હવે એમ માનવામાં આવે છે કે ફિલ્મના પ્રી પ્રોડક્શનમાં સંજય લીલા ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચુક્યા છે. સંજય લીલા ફિલ્મ પર એક વર્ષ પહેલા કામ શરૂ કરી ચુક્યા હતા. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સંજય લીલાએ ઓગષ્ટ મહિના માટે મહેબુબ સ્ટુડિયોને બુક કરાવીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. જેનો ખર્ચ કરોડોમાં થયો હતો. આલિયા ભટ્ટને પણ સાઇનિંગ રકમ આપી દેવામાં આવી હતી. સંજય લીલા દ્વારા એક ફિલ્મના ગીત માટે પણ તૈયારી શરૂ કરી દીધી હતી. જો કે ફિલ્મને બંધ કરવામાં આવ્યા બાદ સેટને હવે દુર કરવામાં આવી ચુક્યા છે. સલમાને હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.