૧૬ વર્ષની જન્નત જુબેરનાં કિસિંગ સીન પર માતા ભડકી
મુંબઈ: જન્નત ઝુબેર રહમાનીએ ટેલી વર્લ્ડમાં વર્ષ ૨૦૧૦માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે એન્ટ્રી કરી હતી. હતી. ટીવી શો તૂ આશિકીથી તેણે હીરોઇન તરીકે ડેબ્યૂ કર્યું હતું. શોમાં તે ફુલવા હતી. અને સોશિયલ મીડિયા પર તે હાલમાં ખુબજ એક્ટિવ છે. ખબર છે કે, શોમાં પંક્તિ (જન્નત) અને અહાન (રિત્વિક અરોરા) વચ્ચે એક કિસિંગ સીન હતો. પણ આ ફહેલાં કે સીન શૂટ થતો જન્નતની માતાએ ઇન્કાર કરી દીધો. કિસિંગ સિન અંગે જન્નતની મતા અને પ્રોડ્યુસર વચ્ચે ખાસુ બોલવાનું થયું. ખબર છે
માતાએ શો સાઇન કરતાં સમયે એક શરત મુકી હતી કે શોમાં કોઇ કિસિંગ સીન નહીં રાખવામાં આવે. જન્નત ઝુબેરનાં પિતાએ એક નિવેદન જાહેર કર્યુ હતું જેમાં તેણે એક્ટ્રેસનાં કિસિંગ સીન અંગે અવાજ ઉઠાવી હતી. તેમણે જણાવ્યું કે, અમે લોકોએ મેકર્સની સાથે એક એગ્રીમેન્ટ સાઇન કર્યો છે. જેમાં ઘણી બાબતો અંગે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
અમે પહેલાં પણ ઘણી એક્સ્ટ્રા ચીજાે માટે તૈયાર હતાં. હવે જ્યારે આ વાતની ડિમાન્ડ થઇ તોઅમને લાગે છે કે, એગ્રીમેન્ટનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે ,૧૬ વર્ષની જન્નત આશરે ૮ વર્ષથી ટીવીમામં કામ કરી રહી છે. તેણે ટીવી શો ફુલવા દ્વારા ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. હવે તે એક હીરોઇન તરીકે એન્ટ્રી કરી લીધી છે. અને સોશિયલ મીડિયા પર પણ તે ખુબજ એક્ટિવ છે. કદાચ જન્નતની નાની ઉંમરને કારણે તેની માતા નથી ઇચ્છતી કે તે કિસિંગ સીન કે રોમેન્સ ઓનસ્ક્રીન અદા કરે.