પ્રાંતિજના બોભા ગામના ગ્રામજનો દ્વારા વન ભોજનનુ આયોજન
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામના ગ્રામજનો દ્રારા કોરોનાની મહામારીનો અંત આવે તે માટે વન ભોજન લીધુ . પ્રાંતિજ ના બોભા ગામમા આમતો દરેક સમાજ અને કોમના લોકો વસે છે ગામ લોકોમા એકતા ભાઇ ચારો હરી મરી ને રહે છે અને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી પણ ખુબજ ધામધૂમ થી કરતા હોય છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને અસંખ્ય નિર્દોષ લોકો કોરોના ના ખપ્પર માં હોમાઇ ને અકાળે અવસાન પામ્યા છે
ત્યારે બોભા ગામના ગ્રામજનોએ કોરોના માંથી મુકિત મળે અને વિશ્વ કલ્યાણ ની સદભાવના સાથે વન ભોજન નુ આયોજન કર્યુ હતુ જેમા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કે.પી.પટેલ , ગામના સરપંચ આદરસિંહ રાઠોડ , ડેપ્યુટી સરપંચ સોમસિંહ રાઠોડ તેમજ ગામમા રહેતા દરેક કોમ અને સમાજ ના આગેવાનો ની ઉપસ્થિત માં વન ભોજન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તો ગામના તમામે-તમામ લોકોએ પોતાના ધરોને તાળા લગાવીને ખેતરોમાં જઇ ને કોરોનાના સંક્રમણ થી મુકિત આપવા ભગવાન-માતાજી ને પ્રાર્થના કરી હતી અને સહ કુટુંબ બાળકો સાથે વન ભોજન આ રોગીને વિશ્વ કલ્યાણ માટે પ્રભુ ભજન માં જોડાઇ ને ઉત્તમ દાખલો બેસાડયો હતો કહેવાય છે
વર્ષો અગાઉ જયારે પણ દુષ્કાળ પડે અથવા તો કોઇ જીવલેણ રોગ ફોલાય ત્યારે આ પ્રકારે આખા ગામના લોકો ગામ છોડીને ખેતરોમા જઇ ને વસતા હતા વર્ષો બાદ આ પ્રકાર નુ વન ભોજન નુ આયોજન કરીને બોભા ગામના લોકોએ ગામની એકતાની સાથે વિશ્વ શાન્તી માટે પ્રાર્થનાઓ કરી હતી