યુવાનની નર્સરીમાં ટીભરાના ઝાડ ઉપર લટકતી હાલતમાં લાશ મળતા ચકચાર
(મૃતકનો ગામની એક યુવતી સાથે પ્રેમસબંધ મૃત્યુનુ કારણ:પરીવારજનો) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ધનીવાડા ગામે આવેલ વનવિભાગની નર્સરીમાં ટીભરાના ઝાડ ઉપર ગામનાજ એક ૨૦ વર્ષીય યુવકની લાશ મળી આવતા ચકચાર મચી છે અને મૃતકના પરીવારજનોએ મૃત્યુનુ કારણ પ્રેમસબંધ હોવાનુ ફરીયાદમાં જણાવ્યુ છે.
ધનીવાડા ગામનો પ્રકાશભાઈ કાળુભાઈ ડામોર ઉ.વ.આ.૨૦ નાઓ છેલ્લા એકાદ વર્ષથી માતાના મઢ ખાતે પવન ચક્કીમાં નોકરી કરતો હતો અને છેલ્લા છ એક માસથી કોરૌના વાયરસની મહામારીના કારને ઘરે ખેતી કામ કરી પોતાનો જીવન નિર્વાહ કરતો હતો ત્યારે શુક્રવારના રોજ મૃતક પ્રકાશ પોતાના ઘરે જોવા ન મળતા તેના પરીવારજનો ધ્વારા ખેતરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં શોધખોળ દરમિયાન પ્રકાશ ડામોર નર્સરીમાં ટીભરાના ઝાડની ડાળી સાથે દુપટ્ટા(ઓઢણી)સાથે લટકેલી હાલતમાં લાશ જોવા મળતા તેના પિતાએ પરીવારજનોને જાણ કરી હતી
ત્યારબાદ મેઘરજ પોલીસને જાણ કરતા મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થળપંચનામુ કરી લટકતી લાશને નીચે ઉતારી હતી અને અને તપાસ કરતા ગળામાં ચામડી ભેગી થઈ ગયેલ હતી અને ડાબા હાથે કોણી નજીક છોલાઈ ગયેલાના નીશાન હતા અને જમણો હાથ કોણીમાંથી વળી કડક થઈ ગયેલ હતો અને ગુપ્તાંગના ભાગે જોતા ગુપ્તાંગ લાલ થઈ ગયેલ અને કીડીઓ ચડી ગયેલ હતી અને મૃતક પ્રકાશને ગામની એક યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનુ અને મરણનુ કારણ પણ પ્રેમ સબંધ હોઈ
જે બાબતે પરીવારજનોએ આશંકા જતાવી યોગ્ય તપાસ કરવા માંગ કરી છે ત્યારે મેઘરજ પોલીસે ૨૦ વર્ષીય યુવકે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યા અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની લાશને મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. મૃતકનો ફોટો સામેલ છે. તથા પીએમ રુમ આગળ પરીવારજનોના ટોળા ફોટો સામેલ છે.