Western Times News

Gujarati News

હવે દારૂ ખરીદવા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો પડશે

Files Photo

સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં હવે દારૂ ખરીદવા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી બનાવવા મા આવ્યો છે. આથી દારૂ નીદુકાનોની બહાર લાગતી લાંબી કતારો ને કારણે હવે પ્રશાસન દ્વારા દારૂની દુકાનની બહાર જ સ્કૂલના ટેસ્ટિંગના કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે દાદરા નગર હવેલીમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું હતું. આથી પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ ને કાબૂમાં કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જેના જેના ભાગરૂપે પ્રદેશની બજારોમાંમા વેપારીઓ અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓના માર્કેટમાં જઈ કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા હતા. સાથે જ જે વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધુ જાેવા મળે છે. એવા વિસ્તારોમાં પણ સોસાયટીઓમાં જઈ અને પ્રશાસન દ્વારા કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. જાેકે દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશમાં દારૂના શોખીનોની મોટાભાગે દારૂની દુકાનો બહાર લાઇનો જાેવા મળતી હતી. આમ દારૂની દુકાન બહાર દારૂ ખરીદવા આવતા લોકોની લાઈનોને કારણે સંક્રમણની શક્યતાઓ વધુ હોવાથી.

હવે પ્રશાસન દ્વારા એક વિશેષ નિયમ કરી અને દારૂની દુકાન પર દારૂ ખરીદતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જેને કારણે પ્રશાસનના અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રદેશના દારૂની દુકાન નોની બહાર કોરોના ના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ લગાવવામાં આવ્યા હતા. અને જે વ્યક્તિઓ દારૂ ખરીદવા આવે છે તે લોકોને પહેલા કોરોના ના ટેસ્ટ કરાવવામાં આવે છેઅને ત્યારબાદ જ તેમને દારૂ ખરીદવાની પરવાનગી આપવામાં આવે છે. આમ પ્રદેશમાં કોરોના સંક્રમણ ને કાબુમાં રાખવા આવે દારૂ ખરીદતા પહેલા પણ દારૂ ની દુકાન બહાર કોરોના ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

આમ પ્રશાસનના આ નવા ર્નિણયને વાઇન શોપ માલિકો પર આવકારી રહ્યા છે. સાથે લોકો પણ આવકારી રહ્યા છે અને સંક્રમણને કાબૂમાં રાખવા પ્રશાસન દ્વારા લેવામાં આવેલા ર્નિણયને લોકો સ્વાગત કરી રહ્યા છે. જાેકે કેટલીક દુકાન પર કોરોના ટેસ્ટના કેમ્પ નહોતા લાગ્યા આવી દુકાનો બહાર દારૂ ખરીદવા શોખીનો ની લાંબી કતારો જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.