તૌકતે ટકરાશે તો સર્જાશે કરોડોની ખાનાખરાબી, ૭૦૦ બોટ લંગારાઈ, ૨૮ ગામ એલર્ટ પર
અમદાવાદ: વલસાડ તૌકતે વાવાઝોડાની આગાહી ને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લાના અંદાજે ૭૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા પર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારના લોકો અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. જેને કારણે વલસાડ જિલ્લાના દરિયાકિનારા પર અત્યારે ૭૦૦ થી વધુ બોટો લંગારી દેવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા મોટા ભાગના માછીમારો પરત ફરી ગયા છે. જાેકે હજુ પણ કેટલીક બોટ દરિયાની અંદર છે આથી તેઓને પણ કિનારા તરફ લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
આમ વલસાડ જિલ્લામાં વાવાઝોડા ની આગાહી ને પગલે વલસાડ જિલ્લાના માછીમારો પણ સતર્ક થઇ ગયા છે અને પોતાની બોટ ને સલામતીના ભાગરૂપે કિનારા પર લંગારી દેવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના અંદાજે ૭૦ કિલોમીટર ના દરિયા કિનારા વિસ્તારમાં દરિયા કિનારાને અડીને આવેલા ૨૮ ગામો છે તે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આવા ગામમાંથી જરૂર જણાય તો સ્થળાંતર કરવાની પણ તૈયારી કરી લીધી છે, સાથે જ જિલ્લાના દરિયા કિનાર થી ત્રણ કિલોમીટર ના ઘેરાવામાં આવતા વલસાડ જિલ્લાના વલસાડ , પારડી , વાપી અને ઉંમરગામ તાલુકાના અંદાજે ૮૪ ગામોના લોકોને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં વાવાઝોડાની કારણે ઊભી થનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આથી જિલ્લાની મોટાભાગની બોટો દરિયા કિનારે આવી ગઈ છે. અને સલામત સ્થળે લંગારી દેવામાં આવી છે જેને કારણે કિનારે બોટ ના ખડકલા જાેવા મળી રહ્યા છે, પરંતુ જાે વલસાડના દરિયાકિનારે વાવાઝોડાની વધુ અસર થાય તો માછીમારોની બોટને પણ મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
સંભવિત જાેખમ અંગે માછીમાર અગ્રણી મગનભાઈ ટંડેલે જણાવ્યું કે ‘અમારી ૧૬ જેટલી બોટ હજુ પણ દરિયામાં છે જાે તૌકતે ટકારશે તો
અમને લાખોમાં નહીં કરોડોમાં નુકશાની જશે, હાલમાં જે કાંઠે નદીની ઉપર બોટ આવી ગઈ છે એ સલામત છે પરંતુ નીચેની બોટને પણ નુકસાન જવાની ઘણી વકી છે. આમ ૫૦ ટકા તૈયારી છે જ્યારે ૫૦ ટકા ખતરો મંડરાયેલો છે.’
હાલ વવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી દરિયામાં ૯૯૦ કિલોમીટર દૂર છે, જે ૧૮ મેના ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી જશે. પરંતુ હવામાનની માહિતી આપતી એક ખાનગી વેબસાઈટ અનુસાર, હાલ વવાઝોડું સૌરાષ્ટ્ર કિનારેથી દિશા બદલીને મધ્ય ગુજરાત તરફ આવી રહ્યું છે. તૌકતે વાવાઝોડાની દિશા બદલાઈ છે. જે વાવાઝોડું કચ્છમા ટકરાઈને પાકિસ્તાન-કરાંચી તરફ આગળ વધવાનુ હતું અને ૧૮ મેના સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ટકરાવાનું હતું. તેને બદલે દક્ષણ ગુજરાતથી ખંભાતના અખાતમા પ્રેવશ કરશે તેવુ વેબસાઈટના આધારે જણાવાયું છે.
વાવાઝોડું મહારાષ્ટ્ર, દાહોદ, અમદાવાદ, વડોદરાથી આગળ વધીને મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત માટે ૧૮ ની તારીખ બહુ જ મહત્વની છે. આ દિવસે વાવાઝોડું અતિતીવ્ર બનશે. તેથી ગુજરાત માટે ૧૬, ૧૭ અને ૧૮ મેના ત્રણ દિવસો બહુ જ મહત્વના છે. ૧૭ તારીખે ગુજરાતમાં ૭૦ થી ૭૫ પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, જે ૧૮ મેના રોજ તેની ગતિ વધીને ૧૦૦ કિમી થઈ જશે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
સૌરાષ્ટ્ર ઝોનના ૧૪ જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઇ નુકશાન ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર પણ આ સંકટ સામે સંપૂર્ણ મદદ કરશે તેવુ જણાવ્યું છે. હાલ સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, ૧૪ જિલ્લાઓને અસર થવાની શક્યતા છે.જાે કે વાવાઝોડાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે માછીમારોને દરિયામાં ન જવા માટે સુચના અપાઇ છે. વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે કે તેઓ કોઇ પણ પરિસ્થિતિમાં વાવાઝોડાનો સામનો કરવા માટે સુજજ રહે