વર્ષે ૮૫ કરોડ ડોઝ બનાવવાની સંપૂર્ણ આશાઃ રશિયન રાજદૂત

Files Photo
સ્પૂતનિક વી રશિયન-ભારતીય વેક્સીન છે અને તેની સાથે જ આશા છે કે ભારતમાં તેનું ઉત્પાદન ઝડપથી વધશે
નવી દિલ્હી, રશિયાની કોરોના વાયરસની વેક્સીન સ્પૂતનિક ફની બીજી ખેપ પણ રવિવારે ભારત પહોંચી ગઈ છે. તે હૈદરાબાદમાં પ્લેનથી લાવવામાં આવી. તેની સાથે જ ભારતમાં રશિયાના રાજદૂત એન. કુદાશેવએ કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક વી વેક્સીનનું ઉત્પાદન વધારીને દર વર્ષે ૮૫ કરોડ ડોઝ કરવાની આશા છે.
રશિયાના રાજદૂતે કહ્યું કે સ્પૂતનિક વી રશિયન-ભારતીય વેક્સીન’ છે. તેની સાથે જ આશા છે કે ભારતમાં તેનું ઉત્પાદન ઝડપથી વધશે. આ ઉપરાંત તેઓએ એવું પણ કહ્યું કે ભારતમાં ટૂંક સમયમાં જ રશિયાની સિંગલ ડોઝ કોરોના વેક્સીન સ્પૂતનિક લાઇટને પણ લાવવાનો પ્લાન છે. તેની પ્રભાવશીલતા વિશે સમગ્ર વિશ્વ જાણે છે.
રશિયાના રાજદૂતે કહ્યું કે, રશિયામાં જુલાઈ ૨૦૨૦થી લોકોના રસીકરણ માટે આ વેક્સીનો ઉપયોગ થઈ રહ્યો છે. રશિયાના વિશેષજ્ઞોએ કહ્યું છે કે આ કોરોના વાયરસના નવા સ્ટ્રેનની વિરુદ્ધ પણ પ્રભાવી છે. રવિવારે હૈદરાબાદમાં સ્પૂતનિકની બીજી ખેપ પહોંચી.
બીજી તરફ ભારતમાં તેની પહેલી ખેપ પહેલી મેના રોજ સેન્ટ્રો ડ્રગ્સ લેબોરેટરીના ક્લિયરન્સ બાદ પહોંચી હતી. દેશમાં વેક્સીનની અછતની વચ્ચે ગુરુવારે કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે સ્પૂતનિક ફ વેક્સીન આગામી સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ હશે. શુક્રવારે હૈદરાબાદની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં સ્પૂતનિક લૉન્ચ કરી. તે ભારતમાં આ વેક્સીન માટે પાર્ટનર છે. તેની કિંમત ૯૯૫ રૂપિયા હોઈ શકે છે.