ખતરોં કે ખિલાડીની ૧૧મી સિઝન ટૂંક સમયમાં શરૂ થશે
મુંબઈ: ખતરોં કે ખિલાડી રિયાલિટી શૉ લોકો ઘણાં શોખથી જાેતા હોય છે. આ શૉમાં કરવામાં આવતા સ્ટંટ્સ તેમજ કોણ વિજેતા બનશે જે જાણવાની લોકોમાં આતુરતા હોય છે. આ વર્ષે પણ જ્યારે ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝન શરુ થઈ તો તેમાં ભાગ લેનારા સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ્સને જાેઈને લોકોનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. દિવ્યાંકા ત્રિપાઠીથી લઈને શ્વેતા તિવારી સુધી ઘણાં સેલેબ્સ લોકોના ફેવરિટ છે. આ તમામ સેલિબ્રિટી અત્યારે સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં શૂટિંગ કરી રહ્યા છે.
ખતરોં કે ખિલાડીની આ સીઝનની શૂટિંગ હજી તો માંડ શરૂ થઈ છે ત્યાં એક ચોંકાવનારી ખબર સામે આવી છે. એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના રિપોર્ટ અનુસાર, ૬ મેના રોજ તમામ કન્ટેસ્ટન્ટ કેપ ટાઉન જવા રવાના થયા હતા અને આ ટીમે ૨૨ જૂનના રોજ ભારત પાછું આવવાનું હતું. પરંતુ સતત વધી રહેલા કોરોનાના કહેર અને ગાઈડલાઈન્સને કારણે આખો પ્લાન પ્રભાવિત થયો છે. ટીમને આદેશ આપવામાં આવ્યો છે કે વહેલી તકે સેલેબ્સને ભારત પાછા લાવવામાં આવે. રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે આખી ટીમ જૂનમાં પાછી આવવાની હતી અને ટિકિટ પણ બુક થઈ ગઈ હતી. પરંતુ દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે
ત્યારે મેકર્સે શૂટિંગ જલ્દી સમાપ્ત કરીને વહેલી તકે પાછા ફરવાનો ર્નિણય લીધો છે. માટે શક્ય છે કે આ સીઝન માત્ર ૧૨ એપિસોડમાં જ પૂરી થઈ જાય. જાે કે આ બાબતની કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી થઈ શકી. આ શૉ જુલાઈમાં ઓન એર થશે તેવી જાણકારી મળી છે. રિયાલિટી શૉના એક સ્પર્ધક રાહુલ વૈધ્યએ ઈન્સ્ટાગ્રામ પર સેટની તસવીરો શેર કરીને લખ્યું છે કે, આવો અનુભવ જીવનમાં એક જ વાર મળે છે,
મેં કાલે(૧૪મી મે) શૂટિંગની શરૂઆત કરી છે. હું જણાવી નથી શકતો કે આ શૉનો ભાગ બનીને હું કેવો અનુભવ કરી રહ્યો છું. જુલાઈમાં ટીવી પર તમને બધાને મળવા માટે હું આતુરતાથી રાહ જાેઈ રહ્યો છું. તમને જણાવી દઈએ કે ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનમાં રાહુલ વૈદ્ય સિવાય શ્વેતા તિવારી, અર્જુન બિજલાણી, દિવ્યાંકા ત્રિપાઠી, સના મકબૂલ, વિશાલ આદિત્ય સિંહ, અભિનવ શુક્લા, આસ્થા ગિલ અને નિક્કી તંબોલી જેવા સેલેબ્સ ભાગ લેવાના છે.