ગોમતીપુરમાં ગર્ભવતી મહિલા સાથે છેડતી કરાઈ
મકાનની એક બારીની ચાવી મકાન માલિક રાખતા હતા અને એે ચાવીથી બારી ખોલી આ છેડતીબાજ ઘૂસ્યો હતો
અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગર્ભવતી મહિલા સાથે છેડતીની ઘટના બની છે. મહિલા તેના ઘરમાં સૂતી હતી ત્યારે મકાન માલિકનો પુત્ર ઘરમાં ઘુસી ગયો અને બાદમાં પરિણીતાને “તું બહુ સારી લાગે છે અને હું તને બહુ પ્રેમ કરું છું કહીને છેડતી કરી હતી. નવાઈની વાત એ છે કે મકાનની એક બારીની ચાવી મકાન માલિક રાખતા હતા અને તે ચાવીથી જ બારી ખોલી આ છેડતી બાજ ઘૂસ્યો હતો. સમગ્ર મામલે ગોમતિપૂર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતા સાજેદાબાનુ અન્સારી ના ભાડાના મકાનમાં છેલ્લા છ મહિનાથી રહે છે. તેના પરિવારમાં તેનો પતિ અને પાંચ વર્ષનો પુત્ર છે. આ મહિલાનો પતિ કલર કામ કરે છે
હાલ મહિલાને ત્રણ માસનો ગર્ભ છે. તેના મકાન માલિકનો એક છોકરો અઝરુદ્દીન અન્સારી છે. ગત ૧૫મી મે ના રોજ બપોરે આ મહિલા ઘરની બાજુમાં આવેલા લીમડાના ઝાડ નીચે સુતી હતી અને બાદમાં તડકો આવતા ઘરની અંદર સૂવા જતી રહી હતી. બાદમાં ઘરમાં ખાટલા ઉપર આ મહિલા સુતી હતી અને તેના ઘર નો આગળ નો દરવાજાે ખુલ્લો હતો. ત્યારે ઘરની પાછળ જે બારી આવેલી છે
તેને મકાનમાલિક તાળું મારીને રાખે છે અને ચાવી પણ તેઓ રાખે છે. આ પાછળના ભાગે આવેલી બારીનું તાળું ખોલીને મકાન માલીક નો પુત્ર અઝરુદ્દીન અન્સારી ઘરમાં ઘૂસી ગયો હતો અને આગળના મુખ્ય દરવાજાની અંદરથી સ્ટોપર બંધ કરી દીધી હતી. જાેકે દરવાજા નો અવાજ આવતાં આ મહિલા જાગી ગઈ હતી અને અઝરુદ્દીને આ મહિલાનો હાથ પકડી લીધો હતો અને કહેવા લાગ્યો કે તું બહુ સારી લાગે છે
હું તને બહુ પ્રેમ કરું છું”. જેથી મહિલાએ બૂમાબૂમ કરતા આ અઝરુદ્દીને મોઢું દબાવી દીધું હતું અને બારીમાંથી ભાગી ગયો હતો. મહિલાએ દરવાજાે ખોલીને બૂમો પાડતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે આ બાબતે જાણ કરતા મહિલા ને ત્રણ માસનો ગર્ભ હોવાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જેથી બાદમાં તબિયત સારી થતા આ મહિલાએ અસરુદ્દીન સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.