ધો.૧૦ની પરીક્ષા રદ્દ થવા છતાં માર્કશીટ આપવાની માગ
પરીક્ષા ન લેવાના ર્નિણયના કારણે ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને તેનું નિવારણ લાવવા માટે કમિટીની રચના કરાઈ
અમદાવાદ: કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે હાલમાં જ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા રદ્દ કરીને દરેક વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ડિપ્લોમાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલકો સહિતની જુદી-જુદી સ્કૂલો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીઓને કોણપણ સ્થિતિમાં માર્કશીટ આપવામાં આવે તેવી માગ કરી છે. કારણ કે, માર્કશીટના અભાવે વિદ્યાર્થીઓ અને સંચાલકો બંને માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી થાય તેમ છે. નોંધનીય છે કે, પરીક્ષા ન લેવાના ર્નિણયના કારણે ઘણા પ્રશ્નો ઉભા થયા છે
તેનું નિવારણ લાવવા માટે સરકારે એક કમિટીની રચના કરવાનું નક્કી કર્યું છે. ડિપ્લોમાં એન્જિનિયરિંગ કોલેજાેમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એમ ત્રણ વિષયોના મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. જાે વિદ્યાર્થીઓને માર્કશીટ ન મળે તો ત્રણ વિષયના માર્ક્સ કેવી રીતે ગણવા અને મેરિટ કેવી રીતે તૈયાર કરવું તેની સમસ્યા ઉભી થાય તેમ છે. આવું જ કંઈક વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓના કેસમાં થશે. ડિપ્લોમાં એન્જિનિયરિંગ કોલેજના સંચાલકોનું કહેવું છે કે, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦માં અત્યારસુધીમાં ૭ યુનિટ ટેસ્ટ લેવામાં આવ્યા છે, જે ૨૫ માર્ક્સના હતા. આ ટેસ્ટના આધારે પણ માર્કશીટ આપી શકાય તેમ છે.
આ સિવાય કેટલીક સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓને વધારે માર્ક્સ આપશે તેવી આશંકા હોય તો ધોરણ ૯ના રિઝલ્ટને ધ્યાનમાં રાખીને એટલે કે ધોરણ ૯ અને ૧૦ના આધારે માર્કશીટ તૈયાર કરવી જાેઈએ. કારણ કે ગયા વર્ષે દરેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને ધોરણ ૯ની માર્કશીટ આપી દીધી હતી. ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં ખાસ કરીને ર્સ્વનિભર કોલેજાેમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તેમ નથી પરંતુ સરકારી કોલેજાેમાં વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રવેશ આપવો તે સૌથી મોટી સમસ્યા છે.
સામાન્ય સ્થિતિમાં ધોરણ ૧૦માં વધારે ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને જ સરકારી કોલેજાેમાં પ્રવેશ મળતો હોય છે. તેવામાં જાે માર્કશીટ ન હોય તો ટકાવારી કોની વધારે છે તે નક્કી કરી શકાય નહીં. આ સ્થિતમાં વહેલા તે પહેલાના ધોરણે પણ સરકારી કોલેજાેમાં પ્રવેશ આપી શકાય તેમ નથી. સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ કેવી રીતે આપવી તેની ફોર્મ્યુલા પર જાહેરા કરી દેવામાં આવી હતી. જેમાં યુનિટ ટેસ્ટના ૧૦ માર્ક્સ, મીડ ટર્મ એક્ઝામના ૩૦ માર્ક્સ, પ્રી-બોર્ડ એક્ઝામના ૪૦ માર્ક્સ અને ઈન્ટરનલ એસેસમેન્ટના ૨૦ માર્ક્સ એમ કરીને ૧૦૦ માર્ક્સમાંથી ગણતરી કરીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે.