પત્ની રિસામણે હતી, નરાધમ માસાએ મદદ કરવા ભાણીને ઘરે બોલાવી પિંખી નાખી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/rape-1-scaled.jpg)
Files Photo
અમદાવાદ: શહેરના દાણીલીમડામાં એક એવી ઘટના બની છે જે ઘટનાએ સંબંધોને શર્મશાર કરી નાખ્યા છે. સગા માસાએ પોતાની જ ભાણીને હવશ નો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસને સમગ્ર મામલાની જાણ થતા હેવાન માસા ઝડપાઇ ગયો. તસવીરમાં દેખાતા માસ્ક પહેરીને ઉભેલા આરોપીનું મોઢું બતાવવા લાયક નથી. કારણકે આ નરાધમ આરોપીએ પોતાની ૧૫ વર્ષની સગીરવયની ભાણી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ઘટનાની વાત કરીએ તો આરોપી અને તેની પત્ની વચ્ચે ઝધડો થતા પત્ની રિસાઈ જતી રહી છે. જેથી આરોપી માસાએ સાળીને ઘર માં કોઈ ન હોવાથી મદદ કરવા માટે ભાણીને મોકલવાનું કહ્યું હતું. જેથી ૧૫ વર્ષીય ભાણીને મોકલી હતી. પરંતુ નરાધમ માસાએ સગીર ભાણીને પિંખી નાખી હતી.
નરાધમ માસા ત્રણ બાળકોનો પિતા છે. પત્ની રિસાઈ જતી રહી હોવાથી નાના બાળકોની દેખભાળ માટે ભાણીને બોલાવી હતી. પરંતુ નરાધમ માસાએ સગીર ભાણી પર બે બે વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુર્જાયો હતો. જાે કે સગીરાની મોટી બહેન માસાના ઘરે આવી ત્યારે બાથરૂમમાં સગીરા કપડાં લોહી વાળા જાેયા બાદ પૂછતાં બહાર આવ્યું હતું કે માસાએ આ કૃત્ય આચર્યું છે. જેથી દાણીલીમડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ કરાઈ છે.
આરોપીની પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે ભાણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં ભાણી કોઈને પણ કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ નરાધમ આરોપીની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરાઇ છે.
આ અંગે દાણીલીમડા પો સ્ટે ના ઇન્ચાર્જ પીઆઇ એ જે પાંડવ એ જણાવ્યું કે આરોપીએ તેની ભાણી પર બે વાર બળાત્કાર ગુજારી કોઈને ન કહેવા ધમકી આપી હતી. જાેકે ફરિયાદ નોંધાતા આરોપીને નજરકેદ કરી કોરોના ટેસ્ટ કરી ધરપકડ કરી બળકીનું મેડિકલ કરાવી વધુ તપાસ કરવામાં આવશે.