તૌક્તેના કારણે અત્યાર સુધીમાં ૧૧ના મોત, ગોવામાં ફ્લાઈટો રદ્દ, મુંબઈમાં વરસાદ
નવીદિલ્હી: દેશમાં દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તોફાન તૌક્તેનું સંકટ તોળાઈ રહ્યુ છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં કહેર વર્તાવ્યા બાદ હવે તે ગુજરાત તરફ ફંગોળાયુ છે.અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાત તૌક્તેથી ૫ રાજ્યોમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થયા છે. ગુજરાતના કિનારાના વિસ્તારોમાં ૧.૫ લાખ લોકોન શિફ્ટ કરવામાં આવ્યા છે. તોફાન મંગળવારે સવારે પોરબંદર અને મહુવા (ભાવનગર)ની વચ્ચે ગુજરાતના તટથી અથડાઈ શકે છે. આ દરમિયાન તોફાનની સ્પીડ ૧૮૫ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.
મુંબઈને ભારે પવન સાથે વરસાદ થયો છે હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. મુંબઈના વડાલામાં ચક્રવાત તૌક્તેની અસર દેખાવાનું શરુ થઈ ચૂક્યુ છે. ભારે પવન ફુંકાઈ રહ્યો છે. સાથએ રિમઝિમ વરસાદ થઈ રહ્યો છે. તોફાનના સંકટની વચ્ચે મુંબઈમાં ૫ જગ્યાએ અસ્થાયી શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ મુંબઈમાં એનડીઆરએફની ૩ ટીમ અને પુરથી બચવા માટે ફાયર બ્રિગેડની ૬ ટીમ તૈનાત કરાયી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું તેના સૌથી ઉગ્ર સ્વરૂપે મુંબઈ પહોંચ્યું છે. આ દરમિયાન અહીં ૧૮૫ કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ છે. મુંબઈમાં પણ કોરોના વેક્સિનેશન રોકવામાં આવ્યું છે. જરૂર પડી ત્યાં કોરોનાના દર્દીઓને અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. એરપોર્ચ ૧૧થી ૨ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મુંબઈ વર્લી સી લિંકને પણ બંધ કરવામાં આવ્યો છે. હાઈટાઈડની શંકા જાહેર કરવામાં આવી છે.મુંબઈના દાદર, વરલી, લોઅર પરેલ, માટુંગા અને માહિમ સહિતના મુંબઇના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વર્લી સી ફેસ, શિવાજી પાર્ક, મરીન ડ્રાઇવ પર દરિયામાં ઊંચા મોજા ઉછળીરહ્યા છે. કેટલાક વિસ્તારોમાંમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.
મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઇ ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં મુંબઇમાં ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે એનડીઆરએફની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે અને ૫ ટીમો એલર્ટ પર છે. મુંબઈમાં ૫ સ્થાનો પર અસ્થાયી આશ્રય ઘરો બનાવવામાં આવ્યા છે,
જેથી લોકોને જરૂર પડે તો અહીં સ્થળાંતર કરી શકાય. વેસ્ટર્ન મુંબઈમાં એનડીઆરએફની ત્રણ ટીમો અને પૂરથી સુરક્ષા માટે ફાયર બ્રિગેડની ૬ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અહીં બપોરે ૨ વાગ્યા સુધી એરપોર્ટ પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે. ગોવામાં તોફાનના કારણે અલગ અલગ દુર્ઘટનામાં ૨ લોકોના મોત થયા છે. એક ઘટનામાં બાઈક સવાર પર વીજળીનો થાંભલો પડ્યો. બીજી ઘટનામાં ઝાડ પડવાથી મોત થયું છે. ગોવામાં તોફાનના કારણે તમામ ફ્લાઈટો રદ્દ કરી દેવામાં આવી છે. તોફાનથી ગોવામાં ૧૦૦ ઘર પુરી રીતે ધ્વસ્થ થયા છે. તો અલગ અલગ જગ્યાએ ૫૦૦ વૃક્ષ પડવાથી રસ્તા બંધ થઈ ગયા છે. કેરળમાં તોફાનના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
કેરળમાં આ ચક્રવાતથી ૨ લોકોના મોત થયા છએ. અલપ્પુઝામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. -કર્ણાટકમાં ઉત્તર કન્નડ જિલ્લામાં તૌક્તેનો કહેર વર્તાયો છે. ઉડ્ડપીમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તર કન્નડ જિલ્લામાં તોફાનથી ૭૧ ઘર પડી ગયા છે. માછીમારોની ૭૬ બોટને નુકસાન થયું છે . ૨૭૦થી વધુ વીજળીના થાંભલા પડી ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.