ગર્ભવતી મહીલાને લીવ ઇન પાર્ટનર રસ્તા પર તરછોડી ગયો ઃ અભયમની ટીમે મદદ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
૧૨ દિવસ સુધી રસ્તા પર રહેતાં અજાણ્યા શખ્સે બિભત્સ માંગણીઓ કરી
(પ્રતિનિધિ)અમદાવાદ,: શહેરનાં સિવિલ વિસ્તારમાંથી અભયમને એક મહીલાનો ફોન આવ્યો હતો. જેનો લીવ ઇન પાર્ટનર તેનેે મિત્રને મળીને આવું છું કહીને છોડી ગયા બાદ છેલ્લાં ૧૨ દિવસથી મહીલા પોતાની પુત્રી સાથે આમથી તેમ ભટકતી રહી.
આ ઘટનાની વિગત એવી છે કે લીલા (કાલ્પનિક નામ) નાં લગ્ન થયા બાદ પતિ વ્યસની હોવાની તેને જાણ થઈ હતી. દરમિયાન તેને પુત્ર અને પુત્રી એમ બે સંતાાનો હતા. ઝઘડા વધી જતાં લીલાએ છુટાછેડા લીધા પછી પતિએ દિકરો રાખી લીધો હતો.
જ્યારે પાંચ વર્ષીય પુત્રીને લઈ લીલા ખાનગી કંપનીમાં નોકરી કરી જીવન નિર્વાહ કરતી હતી. જ્યાં ૩૩ વર્ષીય લીલાને ૨૦ વર્ષીય યુવક મળ્યો હતો. જેણે લગ્નની લાલચ આપી હતી. પરંતુ ઉંમરના તફાવતનેે કારણે લગ્ન શક્ય ન હોઈ બંને લીવ ઇનમાં રહેતાં હતા. જેનાં પગલે લીલા ગર્ભવતી બનતાં યુવક તેને મધ્ય પ્રદેશ લઈ ગયો હતો. ત્યાંથી પરત ફરીને તેને અમદાવાદ સિવિલ વિસ્તારમાં લઈ આવી મિત્રને મળવા જાઉં છું. કહી રફુચક્કર થઈ જતાં તે નોંધારી બની ૧૨ દિવસથી રસ્તે રખડતી હતી.
દરમિયાન એક શખ્શે તેની પાસે બિભત્સ માંગણી પણ કરી હતી અને તેનો અકસ્માત થતાં ઇજા પણ થઈ હતી. જેથી છેવટે તેણે ૧૮૧ અભયમને ફોન કરતાં ટીમ તેની પાસે પહોંચી ગઈ હતી અને કાયદાકીય માહીતી આપી આશ્રય ગૃહમાં મોકલી આપી હતી.