ઓગષ્ટ માસ સુધીમાં ખરાઈ નહી કરાવનાર પેન્શનરોનું ચુકવણું સ્થગિત કરાશે

રાજ્ય સરકારના પેન્શનરોએ જુલાઈ માસ સુધીમાં સંબંધિત બેંકોમાં જઈ હયાતીની ખરાઈ કરાવી લેવી…
આઈ.આર.એલ.એ. સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓતેમની વાર્ષિક ખરાઈ તેમની સંબંધિત બેંકમાં જઈ કરાઈ લેવા તિજોરી અધિકારી ( પેન્શન), અમદાવાદની એક યાદીમાં જણાવાયું છે. મે માસ થી જુલાઈ માસ દરમ્યાન સંબંધિત બેંકમાં રૂબરૂ જઈ ખરાઈ લેવા તેમજ આવકના પ્રમાણપત્ર પણ બેંકમાંથી મેળવી લેવાના રહેશે.
જે પેન્શરશ્રીઓ ઓગષ્ટ માસ સુધીમાં હયાતિની ખરાઈ નહી કરાવે તેવા કિસ્સ્સામાં સપ્ટેમ્બર માસથી પેંન્શનની રકમનું ચુકવણૂં સ્થગિત કરવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.