અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંકટ હજુ ખતમ થયુ નથી, ત્યારે તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ્યા બાદ તેની અસર છોડવાનું શરૂ કરી દીધુ છે. આ વાવાઝોડાની ગુજરાતનાં સૌથી મોટા શહેર કહેવાતા અમદાવાદમાં પણ અસર જાેવા મળી છે.
અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આસ્ટોડીયા, ખાડિયા, રાયપુર, લાલ દરવાજા, એસ.જી હાઇવે નવાવાડજ,નિર્ણયનગર,રાણીપ સહિત વિસ્તારોમાં વાવાઝોડાની અસર જાેવા મળી છે.
આપને જણાવી દઇએ કે, તાઉતે વાવાઝોડું રાજ્યમાં ગઇ કાલે જ પ્રવેશી ચુક્યુ છે, ત્યારે તેની અસર રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં જાેવા મળી છે. જેમા જાે રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો અહી પણ મોડી રાતથી જ વરસાદ સતત પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી હતી તે પ્રમાણે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વળી શહેરનાં ઘણા વિસ્તારોમાં ઝાડ પડ્યા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે.