Western Times News

Gujarati News

કોરોનામાંથી રિકવર થનારાને નવ માસ બાદ વેક્સિન અપાશે

Files Photo

નવી દિલ્હી: કોરોના વાયરસને માત આપવા માટે દેશમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે વેક્સિનની નીતિઓમાં સતત ફેરફાર પણ થઈ રહ્યો છે. આ સંજાેગોમાં જાે હવે કોઈ વ્યક્તિને કોરોના થાય તો રિકવર થયાના આશરે ૯ મહિના બાદ જ તેને વેક્સિન અપાશે. ટૂંક સમયમાં જ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (એનઈજીવીએસી) આ અંગે ર્નિણય લઈ શકે છે. ગ્રુપે રિકવરીના ૯ મહિના બાદ જ વેક્સિન લગાવવાનું સૂચન કર્યું છે.

તાજેતરમાં જ કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેક્સિન આપવાનો સમય ૬ મહિના બાદનો નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે હવે તેને લંબાવીને ૯ મહિના કરવામાં આવી શકે છે. એક્સપર્ટ ગ્રુપે તથ્યોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું સૂચન કર્યું છે.

ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન રીઈન્ફેક્શનનો રેટ ૪.૫ ટકા સુધીનો હતો. આ દરમિયાન ૧૦૨ દિવસનું અંતર જાેવા મળ્યું હતું. કેટલાક દેશોમાં કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના સંક્રમણ થયાના ૬ મહિના સુધી ઈમ્યુનિટી રહે છે માટે એટલો સમય જરૂરી છે તેવું સામે આવ્યું હતું. કોરોના મહામારી હજુ પણ ચાલુ છે

તેવામાં રીઈન્ફેક્શનની સંભાવના પણ છે. આ સંજાેગોમાં જાે કોઈએ રસીના પહેલા કે બીજા ડોઝ માટે રાહ જાેવી પડે તો તે ફાયદાકારક પણ બની શકે છે. ગર્ભવતી મહિલા પાસે ડિલિવરી બાદ વેક્સિન લેવાનો ઓપ્શન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.