Western Times News

Gujarati News

નવા ટ્રાફિક નિયમોનો હાલ અમલ નહી કરાય

Files Photo

કેન્દ્ર સરકારે બનાવેલા કડક ટ્રાફિક નિયમો અંગે રાજય સરકાર આરટીઓ પાસેથી અભિપ્રાય મંગાવ્યા બાદ જ તેના આધારે તેનો અમલ કરાશે

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત રાજયભરમાં ટ્રાફિક નિયમન માટે રાજય સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે અમદાવાદ શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા ગોઠવી ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ મેમા મોકલવામાં આવી રહયા છે જાકે યોગ્ય માળખાના અભાવે વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વાહન ચાલકોને પા‹કગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી.

પા‹કગની જગ્યા ખુલ્લી કરવામાં આવતી નહી હોવાથી આજે અનેક વાહન ચાલકો દંડાય રહયા છે એટલું જ નહી પરંતુ ટ્રાફિક ઝુંબેશ શરૂ થતાં જ આજે વાહન ચાલકો ફુટપાથ પર વાહનો પાર્ક કરવા મજબુર બનતા શહેરમાંથી ફુટપાથોનો હેતુ મરી પરવાર્યો છે અને આજે આ ફુટપાથો પાર્કિગ  અને ફેરિયાઓ માટે વેચાણનું કેન્દ્ર બની ગઈ છે જેના પરિણામે રાહદારીઓ સાથે અકસ્માતના બનાવો વધી રહયા છે આ પરિસ્પથિતિમાં  કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ટ્રાફિક નિયમો વધુ કડક બનાવતા તેનો અમલ દેશભરમાં કરવામાં આવનાર છે પરંતુ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ આ નિયમોનો અમલ નહી થાય.

ગુજરાતમાં દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં પા‹કગની જગ્યાના અભાવે લોકો રસ્તા પર વાહનો પાર્ક કરવા લાગ્યા છે જેના પરિણામે અનેક રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા શહેરમાં સર્જાયેલી ટ્રાફિક સમસ્યાના પગલે ગુજરાત હાઈકોર્ટે પોલીસતંત્રને ફટકાર લગાવી હતી.

જેના પગલે શહેર પોલીસતંત્ર અને મ્યુનિ. કોર્પો.નું તંત્ર એલર્ટ થયું હતું અને શહેરભરમાં ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝુંબેશ દરમિયાન નાના વહેપારીઓના દબાણો દુર કરવામાં આવ્યા હતા અને શહેરમાં નિયમિત ટ્રાફિક પોલીસ ડ્રાઈવ રાખવામાં આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પરિસ્થિત યથાવત જાવા મળી રહી છે.

ચોંકાવનારી બાબત એ છે કે મોટા શોપીંગ સેન્ટરોમાંથી દબાણો દુર કરાયા નથી જેના પરિણામે આજે પણ આવા શોપીંગ સેન્ટરોની બહાર ખુલ્લામાં વાહનો પાર્ક કરવા માટે વાહન ચાલકો મજબુર બની રહયા છે આ ઉપરાંત શોપીંગ સેન્ટરની બહાર કેટલાક લોકો ખુલ્લેઆમ ફુટપાથ પર વાહનો પાર્ક કરાવવા લાગ્ય છે આમ ટ્રાફિક ઝુંબેશમાં માત્ર વાહન ચાલકો દંડાય રહયા છે જયારે દબાણ કરનારાઓ પર મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ટ્રાફિક ઝુંબેશની સામે ભારે વિરોધ થવા પામ્યો છે શહેરમાં ઠેરઠેર જંકશનો પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે અને લોકોને મોટાપાયે ઈ-મેમા આપી દંડ વસુલ કરવામાં આવી રહયો છે પરંતુ કેટલાક સ્થળોએ તો ટ્રાફિક સિગ્નલો પણ જાવા મળતા નથી શહેરના મોટાભાગના જંકશનો પર ટાઈમર કલોક ચાલતી નથી

આમ યોગ્ય આયોજનના અભાવે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે અને બીજીબાજુ દંડ વસુલ કરવામાં આવી રહયો છે હાલ અમદાવાદ શહેરમાં ટ્રાફિકના મુદ્દે વાહનચાલકોમાં ભારે રોષ જાવા મળી રહયો છે આ પરિસ્થિતિમાં   કેન્દ્ર સરકારના મોટર વાહન વ્યવહાર દ્વારા ટ્રાફિક નિયમનો વધુ કડક કરવામાં આવ્યા છે અને આ નિયમો દેશભરમાં લાગુ થવાના છે પરંતુ કેટલીક રાજય સરકારોએ આ અંગે મંથન શરૂ કર્યું છે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારે બનાવેલા આ ટ્રાફિક નિયમો હાલ લાગુ કરવામાં આવનાર નથી તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.

કેન્દ્રના ટ્રાફિક નિયમો અંગે સૌ પ્રથમ ગુજરાત સરકાર આરટીઓ પાસેથી આ નિયમો અંગે તથા રાજયમાં વર્તમાન Âસ્થતિ અંગેનો રિપોર્ટ મંગાવ્યો હોવાનું પણ જાણવા મળી રહયું છે આરટીઓ દ્વારા રિપોર્ટ સબમીટ કર્યાં બાદ જ આ ટ્રાફિક નિયમો અંગે વિચારણા કરવામાં આવશે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર જેવા મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા જાવા મળી રહી છે.

આ ટ્રાફિક સમસ્યાનો હલ માત્ર દબાણો દુર કરાતા તથા યોગ્ય માળખુ બનાવીને ટ્રાફિક નિયમોનો અમલ કરવામાં આવે તો જ ટ્રાફિક સમસ્યા હળવી થાય તેવુ લોકો ઈચ્છી રહયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં કેટલાક સ્થળોએ સીસીટીવી કેમેરાના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે આ અંગે ટ્રાફિક વિભાગ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવુ વાહનચાલકો ઈચ્છી રહયા છે

આ પરિસ્થીતિમાં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા ટ્રાફિક નિયમોનો હાલ અમલ કરવામાં આવનાર નથી તેવુ જાણવા મળતા જ વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. જાકે સત્તાવાર રીતે હજુ રાજય સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.