Western Times News

Gujarati News

રસી ઓછી થતી જઈ રહી છે અને કોવિડથી મોતનો આંક વધતો જઈ રહ્યો છે : રાહુલ

નવીદિલ્હી: કોરોનાને લઈને અવાર નવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ તથા મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. ફરી એક વાર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. સતત રોજે રોજ રાહુલ ગાંધી ટ્‌વીટ કરી સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ મોત નોંધાયા છે. ૨૪ કલાકમાં ૪૫૨૫ લોકોના મોત છે. જે ૨૪ કલાકમાં નોંધાતા આંકડામાં સૌથી વધુ છે.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાનો સાધતા કહ્યુ કે દેશમાં રસી ઓછી થતી જઈ રહી છે અને કોવિડથી મોતનો આંક વધતો જઈ રહ્યો છે. રાહુલે કહ્યુ કે કેન્દ્ર સરકારની નીતિ બસ ધ્યાન ભટકાવવા, જૂઠ્ઠાણું ફેલાવા અને બૂમો પાડીને તથ્યોને છુપાવવાની છે.ઉલ્લેખનીય છે કે ગત રોજ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરતાં લખ્યું છે કે “મોદી સિસ્ટમ” માં જેટલી સરળતાથી સવાલ કરવાવાળાની ધરપકડ થાય છે,

જાે એટલી સરળતાથી વેક્સિન મળી જાય તો દેશની આ દર્દભરી સ્થિતિ ના થઈ હોત. કોરોનાને રોકો, લોકોના સવાલોને નહીં. જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રીની ટીકા કરતાં પોસ્ટર જેમણે લગાવ્યા, તે લોકોની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડના વિરોધમાં પણ રાહુલ ગાંધી સહિત ઘણા બધા કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ પોતાનું ટિ્‌વટર પ્રોફાઇલ બદલીને તે પોસ્ટર મૂક્યું હતું. તે પોસ્ટરમાં લખ્યું હતું કે “મોદીજી તમે અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી?

નોંધનીય છે કે આ પહેલા દેશમાં ચાલી રહેલ કોરોનાની બીજી લહેરમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષ સતત કેન્દ્ર સરકાર અને મોદી પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટિ્‌વટ કરી ફરી એકવાર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમફંડ અને પીએમ મોદી બંને જુઠ્ઠા છે અને બંને કામ કરવામાં ફેઇલ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમફંડ ના વેન્ટિલેટર્સ અને ઁસ્માં ઘણી સમાનતા છે. બંનેનો હદથી વધુ ખોટો પ્રચાર, બંને કામ નથી કરી રહ્યા અને બંનેને શોધવા મુશ્કેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.