તાઉ-તે પછી હવે યાસ વાવાઝોડાનું જાેખમ, ૨૬મીએ ભુવનેશ્વર ખાતે વાવાઝોડું ત્રાટકશે
નવીદિલ્હી: અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર ૨૩ મેથી શરૂ થશે અને ૨૬ મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર ૨૩ મેથી જાેવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું ૨૬ મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ યાસ જાહેર કરવામા આવ્યું છે.
તાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. ૧૬ મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને ૧૭ તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જાેવા મળી હતી. ૧૮ તારીખે મોડી સાંજથી તાઉ-તે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. ૧૭-૧૮ તારીક દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જાેવા મળ્યો હતો.
હાલના વાવાઝોડાએ ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવામાં ભારે તારાજી સર્જી હતી. એટલામાં બીજું એક વાવાઝોડું ત્રાટકવા માટે તૈયાર થઈ રહ્યું છે. હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે ૨૩-૨૪ મે આસપાસ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર દબાણ વિકસિત થતું જાેવા મળી રહ્યું છે, જે વાવાઝોડાંમાં તબદીલ થઈ શકે છે. આ દબાણ પર હવામાન વિભાગની નજર બનેલી છે. ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે હાલ બધી પરિસ્થિતિઓ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતને અનુકૂળ છે અને તે કારણે ત વાાવઝોડાં આવી રહ્યાં છે.
બંગાળની ખાડી ઉપર બની રહ્યું છે દબાણ હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડી ઉપર સમુદ્રની સપાટીનું તાપમાન લગભગ ૩૧ ડિગ્રી સેલ્સિયસ છે અને સતત જળવાયુ પરિવર્તન અને સમુદ્રના વધતા તાપના કારણે આવા પ્રકારના વાવાઝોડાં આવી રહ્યાં છે.રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા અત્યંત ગંભીર ચક્રવાત તૌકતેનું વલણ હવે રાજસ્થાન તરફ થઈ ગયું છે. સોમવારે ગુજરાતામં ભારે તબાહી મચાવી હતી જ્યારે અગાઉ તેણે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં તારાજી સર્જી હતી. ભારતીય હવામાન ખાતાએ પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આ વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા છે, આ કારણે રાજ્યના ૮ જિલ્લા એલર્ટ પર છે.
ઓરેન્જ અલર્ટ વચ્ચે દિલ્હીમાં થયો વરસાદ, યુપી રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું અલર્ટ ૨૦ મેએ મોસમ બગડશે તૌકતેને પગલે ૧૯-૨૦ મેના રોજ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ભારે વરસાદનું એલર્ટ છે. નાગૌર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. અત્યારે ૫૦ મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંને ગતિ પૂરી પાડે છે.પાણીની વરાળનાં ઘનીકરણ દ્વારા વધુ ગરમી પ્રકાશિત થાય છે,
જેના કારણે વાતાવરણનાં દબાણમાં પણ ઘટાડો નોંધાય છે. ચક્રવાતનું સર્જન નીચા દબાણની પ્રણાલી અને તેની તીવ્રતાનાં અનેક તબક્કાઓમાંથી પસાર થયા પછી થાય છે.સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.