Western Times News

Gujarati News

બોમ્બે હાઈની પાસે સમુદ્રમાંથી ૧૪ મૃતદેહ મળ્યા

મુંબઈ: ચક્રવાતી વાવાઝોડા ટાઉતેના કારણે બાર્જ પી-૩૦૫ના ડૂબ્યા બાદ બોમ્બે હાઈ પાસેથી સમુદ્રમાં ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. મળતી જાણકારી મુજબ, અરબ સાગરમાંથી ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. આ લોકો બાર્જ પી-૩૦૫ પર સવાર હતા જે ચક્રવાતી વાવાઝોડા ટાઉતે દરમિયાન ડૂબી ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈમાં પી-૩૦૫ બાર્જ પર સવાર ૭૮ ગુમ થયેલા લોકોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

નૌસેના તરફથી બુધવારે જણાવવામાં આવ્યું કે, ખૂબ જ ખરાબ હવામાનનો સામનો કરતાં જવાનોને બાર્જ પી-૩૦૫ પર સવાર ૨૭૩ લોકોમાંથી અત્યાર સુધી ૧૮૪ને બચાવી દીધા છે. તેમણે જણાવ્યું કે બે અન્ય બાર્જ અને એક ઓઇલ રિગ પર ઉપસ્થિત તમામ લોકો સુરક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે, આ બાર્જ વાવાઝોડા ટાઉતેના ગુજરાત કાંઠે ટકરાયાના થોડા કલાક પહેલો મુંબઈની પાસે અરબ સાગરમાં ફસાઈ ગયું હતું. નૌસેનાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવાર સવાર સુધીમાં પી-૩૦૫ પર સવાર ૧૮૪ કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે. આઇએનએસ કોચ્ચિ અને આઇએનએસ કોલકાતા આ લોકોને લઈને મુંબઈના પોર્ટ પર પરત ફરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે, આઇએનએસ તેગ, આઇએનએસ બેતવા, આઇએનએસ બ્યાસ, પી૮૧ પ્લેન અને હેલિકોપ્ટરોની મદદથી તલાશ અને બચાવ અભિયાન ચાલુ છે.

પી ૩૦૫ પર ૧૮૦ લોકો ઉપરાંત, જીએએલ કન્સ્ટ્રક્ટરના બાર્જ પર ૧૩૭ કર્મી સવાર હતા. નૌસેના અને ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું કે આ તમામને મંગળવારે બચાવી લેવામાં આવ્યા. સૂત્રોએ કહ્યું કે, ત્રીજા બાર્જ, સપોર્ટ સ્ટેશન-૩ પર ૨૨૦ લોકો સવાર હતા. તે પીપાવાવ પોર્ટથી ઉત્તર-પશ્ચિમ તરફ વહી ગયું હતું. તેમાં એક ટગબોટ પણ જાેડાયેલી હતી. આ બાજાર્ે પર સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેય બાર્જ શાપૂરજી પલોનજી સમૂહની કંપની એફકોન્સના છે અને તેમાં કંપની દ્વારા કામ પર રાખવામાં આવેલા લોકો સવાર હતા.

આ ઉપરાંત ઓએનજીસીની ડ્રિલશિપ સાગર ભૂષણ પણ પીપાવાવ પોર્ટથી દૂર ચાલી ગયું હતું. તેને પણ સુરક્ષિત કાંઠા સુધી લાવવામાં આવી રહ્યું છે. તેમાં ઓએનજીસીના ૩૮ કર્મચારી સહિત ૧૦૧ લોકો સવાર હતા. મંગળવારે ત્રણ નૌસૈનિક જહાજ આઇએનએસ બ્યાસ, બેતવા અને તેગ – પી-૩૦૫ માટે સર્ચ અને બચાવ માટે આઇએનએસ કોચ્ચિ અને કોલકાતાના અભિયાનમાં સામેલ થયા. સાથોસાથ પી-૮ આઇ અને નૌસેનાના હેલિકોપ્ટરને એર સર્ચ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.