ચીનમાં યોજાનારા ૨૦૨૨ ઓલિમ્પિકનો બહિષ્કાર કરવા નેન્સી પેલોસીએ હાકલ કરી

વોશિંગ્ટન: વિશ્વભરમાં એકબાદ એક મહાસભા, પ્રસંગો, ખેલઉત્સવો કોરોના મહામારીને કારણે રદ્દ થઈ રહ્યાં છે. સૌથી મોટા ખેલોત્સવમાંના એક શિયાળું ઓલમ્પિક પર પણ કોરોનાના કાળા વાદળો છવાઈ રહ્યાં છે. આવતા વર્ષે ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ચીનમાં ચાઈના વિન્ટર ઓલિમ્પિકનું ઉદ્ઘાટન થનાર છે. ત્યારે અમેરિકાએ ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની તૈયારી કરી લીધી છે. આ વિરોધ પણ અમેરિકાની સંસદમાં ઉઠ્યો છે, જેથી વિશ્વભરે આ બાબતે વિચારવું પડશે.
ચીનમાં લઘુમતીના માનવાધિકારના ઉલ્લંઘનને પગલે અમેરિકાના પ્રતિનિધિ સ્પીકર નેન્સી પેલોસીએ મંગળવારે અમેરિકાના રાજદ્વારીઓને ચીન વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨નો બહિષ્કાર કરવા હાકલ કરી છે. અમેરિકન સાંસદ ઓલિમ્પિક બહિષ્કાર અથવા અન્ય સ્થળે આયોજન કરવા બાબતે બુલંદ અવાજ ઉઠાવી રહ્યાં છે. ચીનમાં યુગુર્સ અને અન્ય વંશીય લઘુમતીઓના નરસંહાર બાબતે સરકારના મૌનનો તર્ક આપતા વિદેશ મંત્રાલયે ચીની સરકાર આ વિરોધના વંટોળને ઉકસાવતતુ માન્યું છે. ડેમોક્રેટ પેલોસીએ એક દ્વિપક્ષીય કોંગ્રેસની સુનાવણીમાં જણાવ્યું કે, દુનિયાભરના રાષ્ટ્રપતિઓએ ફેબ્રુઆરીમાં યોજાનાર રમતોત્સવથી દૂર રહેવું જાેઈએ.
પેલોસીએ પોતાના સૂચનના પ્રસ્તાવ પર જાેડાવા માટે રાજદ્વારીઓને આહ્વાન કર્યું છે. પેલોસીએ કહ્યું કે, જ્યારે ચીનની સરકાર આ નરસંહારને આગળ વધારી રહી છે, ત્યારે ચીનમાં ઓલિમ્પિક જેવી રમતને અનુમતી આપીને આપણે જ ચીનની સરકારનો સાથ આપી રહ્યાં હોવાનો સંકેત મળે છે. તેથી આપણે સૌએ, વિશ્વને સાથે લઈને ચીનનો વિરોધ કરવો જાેઈએ. ચીનમાં ઓલિમ્પિકસ રદ્દ કરીને કે પછી ચીનમાંથી અન્ય સ્થળે ઓલિમ્પિકસ ખસેડવાથી ચીન સરકારનું અપમાન નક્કી છે. પેલોસીએ ઉમેર્યું કે, ચીનમાં થઈ રહેલ લઘુમતી નરસંહાર, માનવ અધિકારનો ભંગ થવા દેતા નેતાઓને આ જ આકરો જવાબ હોઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રની એક સ્વતંત્ર કમિટીએ રજૂ કરેલ રીપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ચીનમાં અંદાજે ૧૦ લાખ યુગુર્સ અને અન્ય મુસ્લિમોને શિંગજેંગ વિસ્તારના કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. ચીનનો આ મુદ્દે વિરોધ થયો હતો, પરંતુ ત્યાંની સરકારે નરસંહર, ઉત્પીડન, અત્યાચરના આક્ષેપોને નકારી કાઢ્યાં હતા. જાેકે, હકીકત કઈંક અલગ હતી, જે યુએનના રીપોર્ટમાં બહાર આવ્યું હતુ.
સામે પક્ષે ચીનના એમ્બેસીના પ્રવકત્તા લિયુ પેન્ગુએ કહ્યું કે આ ખોટી દલીલો છે. અમેરિકા માત્ર પોતાને મહાન બતાવવા આ પ્રકારના પાયાવિહોણા આક્ષેપો કરે છે. અમેરિકા એ જ ક્યારે માનવ અધિકારોનું પાલન નથી કર્યું.
ઉલ્લેખનીય છે કે, ચીન-અમેરિકા રણનૈતિક સ્પર્ધકો છે અને બાયડને આ સમયે ચીનને સંયુક્ત રાજ્ય અમેરિકાથી આગળ ન વધવા દેવાના સમ ખાધા છે. બેઠકમાં સામેલ મોટાભાગના સભ્યોએ પેલોસીના આ આહ્વાનને ટેકો આપ્યો છે અને રમતોત્સવ સ્થગિત કરવાની વાતને ટેકો આપ્યો છે. આ ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થિગત કરવા સૌ સહમત થયા છે.સુનાવણીનું નેતૃત્વ કરનાર રિપબ્લિકન કોંગ્રેસના સભ્ય ક્રિસ સ્મિથે કહ્યું હતું કે આ ઈવેન્ટના કોર્પોરેટ સ્પોન્સર્સને કોંગ્રેસ સમક્ષ જુબાની આપવા બોલાવવા જાેઈએ અને તેમને પણ જવાબદાર માનવા જાેઇએ.