કોરોના રસીકરણ ઝૂંબેશ આજથી ફરી શરુ કરાઈ
અમદાવાદ, ગુજરાતમાં હાલમાં તૌકતે વાવાઝોડુ કહેર વર્તાઈ રહ્યું છે. રાજ્યના મોટા ભાગમાં તેની અસર વર્તાઈ રહી છે અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાના કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણની કામગીરી બુધવારે પણ સ્થગિત રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. જે આજે એટલે કે ગુરૂવારે સવારથી જ ફરીથી શરૂ થઈ ગઈ છે.
હવે રાજ્યમાં રસીકરણની કામગીરી ૨૦ મે ગુરૂવારથી ફરીથી શરૂ કરવામાં આવશે. અગાઉ તૌકતે વાવાઝોડાના કારણે રાજ્યમાં બે દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી. રાજ્યમાં સોમવાર અને મંગળવારે રસીકરણ બંધ રાખવામાં આવી હતી. જેમાં હવે વધુ એક દિવસનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિના કારણે જ રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને લગાવવામાં આવેલા નિયંત્રણો વધુ ત્રણ દિવસ સુધી લંબાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સમીક્ષા બેઠક દરમિયાન આ ર્નિણય લીધો હતો.