લગ્નના ચોથા દિવસે વરરાજા પોઝિટિવ, ૨૩ દિવસમાં મોત

Files Photo
કોરોના કાળમાં દરમિયાન લગ્ન કરતા રાજગઢમાં એક પરિવારની ખુશી જીવનભર માટે માતમમાં ફેરવાઈ ગઈ
ભોપાલ: જેના લગ્નના ૨૩ દિવસમાં જ સુહાગ છીનવાઈ જાય તે દુલ્હનની પીડાની કોઈ પણ કલ્પના કરી ન શકે. જેના હાથ પર મહેંદીનો રંગ હજી ઉતર્યો ન હતો કે પતિ આ દુનિયાથી વિદાય થયો. આ મામલો એમ.પી.ના રાજગઢનો છે. લગ્ન પછી ૨૩ દિવસ બાદ કોરોનાને કારણે વરરાજાનું મોત નીપજ્યું હતું. અજય શર્મા નામનો ૨૫ વર્ષના યુવાને કોરોના પ્રોટોકોલ હેઠળ લગ્ન તો કર્યા. પરંતુ તે જ સમયે તે કોરોના સંક્રમિત થઈ ગયો.
લગ્નના થોડા જ સમયમાં તેની તબિયત લથડવા લાગી હતી અને માત્ર ૪ દિવસ પછી તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની ૧૮ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી, પરંતુ તેને બચાવી શકાયો નહીં. કોરોના કાળમાં દરમિયાન લગ્ન કરતા રાજગઢમાં એક પરિવારની ખુશી જીવનભર માટે માતમમાં ફેરવાઈ ગઈ છે. લગ્ન દરમિયાન વરરાજા કોરોના સંક્રમણનો ભોગ બન્યો, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના આ ૨૫ વર્ષીય અજયનું ભોપાલમાં અવસાન થયું છે. રાજગઢ જિલ્લાના પચોરમાં રહેતા અજય શર્માના લગ્ન ૨૫ એપ્રિલના રોજ સિહોરમાં થયા હતા. લગ્ન થતાંની સાથે જ તેની તબિયત લથડતી હતી. ચાર દિવસ બાદ, ૨૯ એપ્રિલે અજયનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.
ઘરના અન્ય સભ્યોમાં એક મહિલા પણ પોઝિટિવ મળી આવી હતી. રિપોર્ટ બાદ અજયની પહેલા સ્થાનિક રીતે સારવાર કરવામાં આવી હતી. જ્યારે સ્થિતિ વધુ બગડતા તેને ભોપાલ લાવવામાં આવ્યો હતો. પરંતુ સંક્રમણ વધુ તીવ્ર બની ગયું હતું. એક અઠવાડિયું વેન્ટિલેટર પર રહ્યા પછી અજયે દમ તોડી દીધો હતો. જાે કે, અજયના લગ્નમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સિહોરના એક મંદિરમાં મર્યાદિત લોકોની હાજરીમાં થયા હતા. અજયના લગ્ન નરસિંહગઢના મોતીપુરા ગામની એક યુવતી સાથે થયાં હતાં.
લગ્નમાં પરિવારના કેટલાક પસંદગીના લોકો હાજર રહ્યા હતા. અજયને સંક્રમણ લાગતા, બાકીના લોકોની પણ તપાસ કરવામાં આવી હતી, ત્યારે તેની ભાભી પણ પોઝિટિવ આવી હતી. બાકીના અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. કોવિડ પ્રોટોકોલ મુજબ, યુવકની અંતિમ વિધી ભોપાલના મુક્તિધામમાં કરવામાં આવી હતી. કોરોના કાળમાં લગ્નના જાેખમથી અજયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. કહેવાય છે કે બધા પ્રોટોકોલ અનુસરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે લગ્નની ખરીદી અને લોકોની અવરજવર દરમિયાન વરરાજાને ક્યારે કોરોના વળગી ગયો તે ખબર પણ ના પડી.