રુબિના પાંચ વસ્તુની મદદથી કોરોનાથી જલ્દી રિકવર થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Rubina-1024x569.jpg)
૧૯ દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહી હોવાની વાત અભિનેત્રીએ એક વીડિયો પોસ્ટ કરીને ચાહકોને જણાવી
મુંબઈ: બિગ બોસ ૧૪ની વિનર અને શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કીની એક્ટ્રેસ રુબિના દિલૈક આખરે કોવિડ-૧૯થી રિકવર થઈ ગઈ છે. એક્ટ્રેસ, કે જે છેલ્લા ૧૯ દિવસથી ક્વોરન્ટિનમાં હતી, તેણે પોતાની લેટેસ્ટ મીડિયા પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે કઈ બાબતથી તે જલ્દીથી રિકવર થઈ ગઈ. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે અને તે પાંચ બાબતની ઝલક દેખાડી છે, જેનાથી તેને જલ્દીથી રિકવર થવામાં મદદ મળી હતી. રુબિનાએ વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે કે,
હું ૧૯ કરતાં વધુ દિવસ ક્વોરન્ટિનમાં રહી. પરંતુ, આ પાંચ બાબત એવી છે જેણે મને મારી રિકવરીમાં મદદ કરી. આ સાથે રુબિનાએ કોવિડ રિકવરી પીરિયડ દરમિયાન દરેક વ્યક્તિએ કઈ સૌથી મહત્વની બે બાબત પર ધ્યાન આપવું જાેઈએ તે અંગે પણ સૂચન આપ્યું છે. રુબિના દિલૈકે જે પાંચ બાબતોનો ઉલ્લેખ કર્યો છે
તેમાં હેલ્ધી ખોરાક, હાઈડ્રેટ રહેવું, યોગાસન, ટાઈમ પર દવાઓ લેવી અને મ્યૂઝિકનો સમાવેશ થાય છે. પહેલી મેના રોજ રુબિના દિલૈકનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ક્વોરન્ટિન પીરિયડ દરમિયાન સોશિયલ મીડિયા પરથી બ્રેક લેનારી એક્ટ્રેસ, રિકવર થયા બાદ પરત આવી છે.
તે સતત પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ, તેણે પતિ અભિનવ શુક્લા સાથે એક સુંદર તસવીર શેર કરી હતી અને તે તેની સાથે રહેવાનું કેટલું મિસ કરી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. એક્ટરે થ્રોબેક તસવીર શેર કરી હતી અને ખુલાસો કર્યો હતો કે, તે છેલ્લા એક મહિનાથી તેનાથી દૂર છે.