‘તૌકતે’ વોવાઝોડાની અસર, કેદારનાથમાં હિમવર્ષા થઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Snowfall.jpg)
દહેરાદૂન: વાવાઝોડા ‘તૌકતે’એ જબરદસ્ત રીતે દેશમાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાની અસર એ રાજ્યો પર પણ પડી છે જ્યાં તેણે દસ્તક નહોતી દીધી. ઉત્તરાંખડમાં કાલથી વરસાદ થઈ રહ્યો છે. વળી, બદરીનાથ અને કેદારનાથના પહાડો પર પણ હિમવર્ષાના સમાચાર છે. અહીં કાલથી સ્નોફૉલ થઈ રહ્યુ છે જેના કારણે મે મહિનામાં લોકોને જાન્યુઆરીની ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં રેડ એલર્ટ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પહેલા જ અહીં ભારે વરસાદની ચેતવણી આપી હતી. કેદારનાથમાં હિમવર્ષા, મેમાં જાન્યુઆરી જેવી ઠંડક દહેરાદૂન અને મસૂરીમાં સતત વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૮ મિમી વરસાદ દહેરાદૂનમાં થયો છે. આટલો વરસાદ એક દિવસમાં છેલ્લા દસ વર્ષોમાં દહેરાદૂનમાં થયો નથી. સિમલી, ગૌચર, લંગાસૂ, નોટી, નંદાસૈણ, નૈનીસૈંણ સહિત બેનીતાલ, થરાલી, દેવાલ, ગૈરસૈંણમાં પણ વરસાદનો દોર ચાલુ છે. વળી, આજે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ જનપદોમાં ભારે વરસાદની સંભાવના છે.
આ સાથે જ દહેરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ, પૌડી, બાગેશ્વર, નૈનીતાલ, હરિદ્વારમાં ભારે વરસાદ થઈ શકે છે. આઈએમડીએ અહીં રેડ એલર્ટ જારી કર્યુ છે. અહીં પણ વરસશે વાદળો પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે