Western Times News

Gujarati News

રદ કરાયેલી ૫૦૦ રૂપિયાના દરની નોટો ફરી એકવાર મળી આવી

Files Photo

ગોધરા: સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીને ચાર વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ અવાર નવાર રદ કરવામાં આવેલ ? ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ચલણી નોટો મળી આવતી હોય છે ત્યારે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસે ફરી એકવાર રદ કરવામાં આવેલી ? ૫૦૦ ના દરની ? ૩,૯૧,૫૦૦/- ની જુની નોટો સાથે ત્રણ આરોપીઓને એક સફેદ કલરની અલ્ટો ગાડી સાથે દબોચી લઈ આગળની વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કરેલ છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા અને જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક સી.સી ખટાણાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેના પરિણામે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની અલ્ટો ગાડીમાં ત્રણ ઈસમો સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચલણી નોટો લઈ ગોધરા શહેરમાં ફરે છે જે બાતમી આધારે પી.આઈ. એચ.એન.પટેલએ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના ડી.સ્ટાફના પી.એસ.આઈ. એન.આર.રાઠોડને બાતમીવાળી સફેદ કલરની અલ્ટો ગાડી પર વોચ રાખવા માટે કહ્યું હતું.

જેથી પેટ્રોલીંગ દરમિયાન એક સફેદ કલરની અલ્ટો ગાડી નંબર જીજે.૧૯.એ.૭૮૫૦ ની તપાસ કરતા એક કાળા કલરની બેગમાંથી સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ૫૦૦ ના દરની ચલણી નોટો ? ૩,૯૧,૫૦૦ અને અલ્ટો ગાડી કિંમત ૬૦,૦૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત ૧૫,૦૦૦ સાથે ત્રણ ઈસમો ૧. શૈલેષભાઈ અંબાલાલ પટેલ રહે. શુકલ સોસાયટી ગાયત્રી મંદિર પાસે, અંકલેશ્વર મહાદેવ રોડ,ગોધરા, ૨. ઈસરાર નૂર પઠાણ રહે. સલામત સોસાયટી,હસન વકીલની લાઈનમાં લીલેસરા, ગોધરા અને ૩. ફિદાઅલી ફિરોજભાઈ વલીકરીમવાલા રહે. આમલી ફળિયા, વ્હોરવાડ, ગોધરાના ઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.