Western Times News

Gujarati News

ક્રિપ્ટોકરન્સીના મુલ્યમાં એક ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ

મુંબઈ: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આજે ભારે કડાકો જાેવા મળ્યો હતો, મોટાભાગની ક્રિપ્ટો કરન્સીની મૂલ્યમાં ભારે ધોવાણને પગલાં તેમના મૂલ્યમાં એક સાથે ૧ ટ્રીલિયન ડોલરનું જંગી ધોવાણ થયું છે. તાજેતરના સમયમાં ક્રિપ્ટો કરન્સીએ ૨ ટ્રીલિયન ડોલરથી વધારે મૂલ્ય હાંસલ કર્યું હતું. અલબત આજે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન અને ઈથેરિયમની કિંમતમાં ભારે ઘટાડો થયો છે.

બિટકોઇનને સટોડિયા ગરમ બટાટાની જેમ ફેંકતા હોય તેવો ઘાટ સર્જાતા એક જ દિવસમાં ભાવ ૬,૦૦૦ ડોલરથી વધુ તૂટીને ૩૭,૦૦૦ ડોલરે પહોંચ્યા હતા. ઇન્ટ્રા ડેમાં તો નીચામાં ૩૦,૪૫૦ ડોલર સુધી ગબડ્યું હતું. ચીનની બેન્ક દ્વારા ક્રિપ્ટો કરન્સીને મંજૂરી આપવામાં નહીં આવે અને ચીન પોતાની જ કરન્સી યુઆનને ડિજીટલ ટ્રેડ કરવા વિચારી રહી હોવાના સંકેતોએ વિવિધ ક્રિપ્ટો કરન્સી નીચેની જમીન સરકી ગઈ હોવાનો ઘાટ હતો. હજી સોમવારે જ ટેસ્લાના સીઇઓ એલન માસ્ક દ્વ્રારા નકારાત્મક નિવેદનો કરવામાં આવતા બિટકોઇન ૪૮,૦૦૦ ડોલરથી તૂટીને ૪૪,૦૦૦ ડોલર બોલાયો હતો તેમાં વધુ ગાબડું પડ્યું હતું.

નેસ્ડેકમાં પ્રથમ કોઇનબેઝ લિસ્ટેડ થતા એપ્રિલના મધ્યમાં જ બિટકોઇન ૬૪,૦૦૦ ડોલર સુધી ઊછળ્યું હતું. માત્ર એક જ મહિનામાં તેમાં વધ્યા મથાળેથી ૩૪,૦૦૦ ડોલરનું ગાબડું પડ્યું હતું. કોઈ ટ્રેડિંગ એસેટમાં આટલા ટૂંકા ગાળામાં જાેવાયેલો આ સૌથી મોટો કડાકો છે. બિટકોઇનની સાથે અન્ય ક્રિપ્યો કરન્સી જેવી કે ડોગકોઇન ૧૭%, ઇથેરિયમ ૨૨%, રિપલ ૨૫%, લિટકોઇન ૩૦%, મોનેરો ૩૧% તૂટ્યા હોવાનું જાેવાયું હતું. અમેરિકાથી લઇને યુરોપ સુધીની ક્રિપ્ટો કરન્સીઓ તળિયા શોધવા દોડી હતી. બિટકોઇનમાં માત્ર પાંચ દિવસમાં ૩૨ ટકાનો કડાકો બોલાયો હતો.

રોકાણકારો ફરીથી સેફ હેવન સોના તરફ વળ્યા હતા. સોનું વધીને ૧,૮૮૫ ડોલરની નજીક ટ્રેડ થતાં હતા જે આગલા દિવસની સામે ૧૪ ડોલર વધ્યા હતા. સોનું ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકા અને યુરોપમાં ફુગાવો વધતા ડોલર ઇન્ડેક્સ નબળો થતાં તેમજ જીયો-પોલિટીકલ સ્થિતિ વણસતા સોનું ફરી ઝળક્યું હતું. ચાંદી પણ વધીને ૨૮ ડોલરની નજીક પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.