Western Times News

Gujarati News

ઔડાએ બોપલના પાંચ પ્લોટ વેચવા કાઢ્યા; પ્રતિ ચો.મી. ૮૮,૦૦૦ ભાવ

South Bopal

તળિયાની કિંંમત રૂા.ર૯૦.૭૬ કરોડ નક્કી કરાઈ

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેેતરમાં બોડકદેવના એક પ્લોટનું ઓક્શન કર્યા બાદ હવે અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી પ્લોટ વેેચાણ કરવા મેદાને આવી છે. કોરોના મહામારી અને ‘તૌક્તે’ વાવાઝોડાના માહોલ વચ્ચેે ઔડાએ બોપલના પ પ્લોટ વેચવા કાઢ્યા છે. આ તમામ પ્લોટની તળીયાની કુલ કિંમત રૂા.ર૯૦.૭૬ કરોડ નક્કી કરાઈ છે. બોપલના ટીપી સ્કીમ નંબર ૩ ના સાઉથ બોપલના બે પ્લોટની તળીયાની કિંમત સૌથી વધુ પ્રતિ ચો.મી. રૂા.૯૦,૦૦૦ નક્કી કરાઈ છે.

એક કોમર્શિયલ અને ૪ રહેણાંકના હેેતુના પ્લોટ ઓનલાઈન ઓકશન કરી વેચાશે. આ અંગે ઔડાએ આજે જાહેરાત કરી છે કે તા.ર૩મી જૂન ર૦ર૧ના રોજ પાંચેય પ્લોટનું ઓકશન ઓનલાઈન યોજાશે. ૧૯મી મેથી ૧૭મી જૂન ર૦ર૧ ના સમયગાળા દરમ્યાન ઈએમડી ભરી બીડરોએ રજીસ્ટ્રેશન કરાવવુૃં પડશે.

ઔડાએ આપેલી જાહેરાત મુજબ  બોપલ ટીપી ૩ ના એફપી રપ૬/પી નો પ્રતિ ચો.મી. ભાવ રૂા.૮૪, ૯૮૦/- નક્કી કરાયો છે. આ કોમર્શિયલ હેતુનો પ્લોટ છે. જેનું ક્ષેત્રફળ ૯૦૦૦ ચો.મી. છે. બોપલ ટીપી ૩ ના એફપી ર૬૯નો પ્રતિ ચો.મી. ભાવ રૂા.૯૦,૦૦૦ નક્કી કરાયો છે.

આ રહેણાંકના હેતુનો પ્લોટાનું ક્ષેત્રફળ ૮૧૯૮ ચો.મી. છે. બોપલ ટીપી ૩ ના એફપી-ર૭૦ની પ્રતિ ચો.મી.રૂા.૯૦,૦૦૦ કિંમત નક્કી કરાઈ છે. રહેણાંકના હેતુનો પ્લોટ છે જેનું ક્ષેત્રફળ પ૩૦૦ ચો.મી. છે. બોપલ ટીપી ૩ ના એફપી ર૭રની પ્રતિ ચો.મી. કિંમત રૂા.૮૦,૦૦૦ નક્કી કરાઈ છે.

રહેણાંકના હેતુના પ્લોટનું કુલ ક્ષેત્રફળ પ૦૮૩ ચો.મી. છે. બોપલ ટીપી ૧ ના એફપી ૮૬ની પ્રતિ ચો.મી. કિંમત રૂા.૮૮,૦૦૦ નક્કી કરાઈ છે. રહેણાંકના હેતુનો પ્લોટ છે. જેનું ક્ષેત્રફળ પ૯રપ ચો.મી. છે. જેની કુલ કિંમત રૂા.પર.૧૪ કરોડ નક્કી કરાઈ છે. ઔડાને આ પ્લોટના વેચાણથી ૩૦૦થી ૩પ૦ કરોડ રૂપિયાની આવક થાય એવી આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.