બાઈડેનની કમાણી કરતા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસની કમાણી વધુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Kamala-Harris.jpg)
ન્યૂયોર્ક, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. તેનાથી આ દિલચશ્પ આંકડો સામે આવ્યો છે કે રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને તેમના પત્નીએ વર્ષ ૨૦૨૦માં જેટલી કમાણી કરી છે.
તેના કરતાં વધારે ટેક્સ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિએ ભર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસ આંકડા પ્રમાણે રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને તેમના પત્ની શિક્ષક પત્ની જિલની વર્ષ ૨૦૨૦માં કુલ આવક માત્ર ૬,૦૭,૩૩૬ ડોલર હતી. તે વર્ષ ૨૦૧૯માં ૯,૮૫,૨૨૩ ડોલરની સરખામણીએ ઘણી ઓછી છે.
આ જાેડીએ મળીને વર્ષ ૨૦૨૦માં કુલ ૧,૫૭,૪૧૪ ડોલરનો ટેક્સ આપ્યો. બીજી બાજુ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડાઉગ એમહોફની ૨૦૨૦માં કુલ કમાણી ૧૬,૯૫,૨૨૫ ડોલર હતી. આ પ્રમાણે તેમણે કુલ ૬,૨૧,૮૯૩ ડોલરનો ટેક્સ ભર્યો અને તેમના માટે પ્રભાવી ટેક્સ રેટ ૩૬.૭ ટકા રહ્યો.
આ પ્રમાણે હેરિસ કપલે જેટલો ટેક્સ ભર્યો, રાષ્ટ્રપિત જાે બાઈડેન અને તેમની પત્નીની કમાણી તેનાથી પણ ઓછી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના કાયદા પ્રમાણે ત્યાંના રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના પરિવારને પોતાની નાણાંકીય જાણકારી સાર્વજનિક કરવાની હોય છે. રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને તેમના પત્નીએ ૩૦,૭૦૪ ડોલરની રકમ ચેરિટી માટે પણ આપી છે.