Western Times News

Gujarati News

હું વરસાદમાં કાર પરથી વૃક્ષ હટાવવા ગઈ હતી : દીપિકા

મુંબઈ: ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ, કે જે એક ડાન્સર પણ છે તે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સિંગના વીડિયો નિયમિત શેર કરતી રહે છે. હાલમાં તૌકતે વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલા વૃક્ષ વચ્ચે ઉભા રહીને તસવીરો લેતા અને ડાન્સ કરવા બદલ તે ટ્રોલ થઈ હતી. તૂટેલા ઝાડ વચ્ચે ઉભા રહીને પડાવેલી તસવીરો એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. જેના પર લોકોએ કોમેન્ટ કરી રહી હતી કે, ‘વાવાઝોડાના કારણે લોકો મરી રહ્યા છે અને તું મજા લઈ રહી છે. થોડી તો શરમ કર’. દીપિકાએ આ તસવીરો ૧૭મી મેના રોજ પોસ્ટ કરી હતી.

દીપિકા સિંહ સાથે આ વિશે વાતચીત કરી હતી, જેમાં તેણે આ તસવીરો પોસ્ટ કરવા પાછળના કારણનો પણ ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, ‘હું ફ્લેટમાં રહું છું, જે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. આ એ વૃક્ષ હતું જે અમે અમારા ઘરની બહાર વર્ષો પહેલા વાવ્યું હતું, જે દુર્ભાગ્યરીતે વાવાઝોડાના કારણે પડી ગયુંય. વૃક્ષ અમારા કારની ઉપર પડ્યું હતું અને તેથી મારો પતિ રોહિત અને હું વરસાદમાં તેને કાર પરથી હટાવવા માટે બહાર ગયા હતા.

દરમિયાન મારા પતિને કેટલીક તસવીરો ક્લિક કરવાનો વિચાર આવ્યો હતો. આ એવી બાબત હતી, જે અમે વિચાર્યા વગર કરી હતી. મારો પતિ સારો ફોટોગ્રાફર છે, તેથી અમે કેટલીક તસવીરો ક્લિક કરી હતી. તેણે વધુમાં કહ્યું કે, ‘વાવાઝોડાના કારણે જેમને નુકસાન થયું છે તેમના માટે દુઃખી છું. કોઈ ઉખડી ગયેલા વૃક્ષ પાસે ઉભા રહીને પોઝ આપવાનો અર્થ હું અસંવેદનશીલ છું તેવો જરાય નથી. હું અન્ય કોઈને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પસંદ નહીં કરું’.

મહામારીનો સમય દરેક વ્યક્તિ માટે મુશ્કેલ છે. એક વર્ષ તો આમ જ જતું રહ્યું. દીપિકાએ કહ્યું કે, ‘ગત વર્ષ આપણા તમામ માટે ભયંકર હતું અને લોકો હજુ પણ મુશ્કેલીમાં છે. મહામારી દરમિયાન આપણે ઘણા લોકોને ગુમાવ્યા છે અને વાવાઝોડાએ પરિસ્થિતિને વધારે ખરાબ કરી.

આખા વર્ષ દરમિયાન, હું ભાગ્યે જ ઘર બહાર નીકળી છું અને આ તસવીરો માત્ર મેમરી બનાવવા માટે હતી કે અમે કેવી રીતે અમારી કારને બચાવવામાં સફળ રહ્યા અને વૃક્ષને દૂર કર્યું’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા છેલ્લે ટીવી શો ‘કવચઃ મહાશિવરાત્રી’માં જાેવા મળી હતી. સ્મોલ સ્ક્રીન પરથી કેમ દૂર છે તેનું કારણ પૂછતાં એક્ટ્રેસે જણાવ્યું કે, ‘કવચ બાદ હું ટેલિવિઝનથી દૂર રહી. ફિલ્મ મેકર્સ માનતા હોય છે કે, જાે ટીવી એક્ટર્સ સતત સીરિયલો કરે તો તેઓ ફિલ્મ કરવા બાબતે ગંભીર હોતા નથી. હું અન્ય માધ્યમમાં પણ કામ કરવા માગુ છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.