Western Times News

Gujarati News

રાજકોટમાં સૌથી મોટો બ્લેક ફંગસ વોર્ડ ભરાઈ જવાની તૈયારીમાં

Files Photo

ગુજરાતમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરાઈ છે,ત્યારે સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધારે છે

રાજકોટ: મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ છે. માત્ર ગુજરાત જ નહિ, અન્ય રાજ્યોમાં પણ ચિંતાજનક રીતે તેના કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં પણ આ મહામારી જાહેર કરાઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધુ જાેવા મળી રહ્યો છે. માત્ર રાજકોટમાં જ મ્યુકોરમાઇકોસીસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ મોટી મહામારી બનીને ઉભરી રહી છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કેસનો આકડો ૬૫૦ પર પહોંચ્યો છે. જેમાં ૪૫૦ સિવિલ હોસ્પિટલમાં, જ્યારે કે ૨૦૦ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. રાજકોટ બાદ જામનગર સૌથી વધુ કેસ નોંધાયા છે. જામનગરમાં ૯૪ મ્યુકોરમાઇકોસીસના કેસ નોંધાયા છે. ત્યારે હવે ગુજરાતનો સૌથી મોટો મ્યુકરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે આવ્યો છે.

રાજકોટમાં પરિસ્થિતિ એવી થઈ રહી છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતા મ્યુકોરમાયકોસિસના દર્દી વધી રહ્યાં છે. આવામાં મેનેજમેન્ટ બહુ જ ચેલેન્જિંગ ભર્યુ બની રહ્યું છે. જેથી સમય જતાં સ્થિતિ કફોડી બની રહી છે. તેથી ૧૦૦૦ બેડની સમરસ હોસ્પિટલને મ્યુકોરમાયકોસિસ હોસ્પિટલ બનાવવાનો તંત્ર દ્વારા ર્નિણય લેવાયો છે.

હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ૪૦૭ દર્દી છે, જ્યારે કે મ્યુકોરમાયકોસિસના ૪૫૦ દર્દીઓ દાખલ છે. સ્ટેબલ દર્દીઓને આજે સિવિલ હોસ્પિટલમાંથી સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે. રિયલ પરિસ્થિતિ પર નજર કરીએ તો, ગુજરાતના ૪ મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે ૧૨૦૦થી વધુ મ્યુકોરમાઈકોસિસ કેસ છે. તેમજ દૈનિક ૨૦થી ૨૫ લોકોની સર્જરી કરી શરીરના કેટલાક ભાગ કાઢી નાખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.